તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10ની ગણિતની પરીક્ષામાં ફોનથી ચોરી કરતાં વિદ્યાર્થી સામે ગુનો દાખલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોર્ડની ધોરણ-10ની ગણિતની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થી સામે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે. જો કે, શહેરના ઇતિહાસમાં પહેલી વખત બોર્ડની પરીક્ષામાં મોબાઇલ જવા મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.

11મી માર્ચે શિક્ષણ બોર્ડની ધોરણ-10 ગણિતની પરીક્ષા હતી. વેસુની શ્રી કે.પી.સંઘવી વિદ્યાલયમાં એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઇલ લઈ ગયો હતો. ચાલુ પરીક્ષાએ ફોનમાં ગણિતના પુસ્તકની પીડીએફ ડાઉનલોડ કરી જવાબ શોધી રહ્યો હતો. વિદ્યાલયના આચાર્યએ નિરીક્ષણ દરમિયાન આ વિદ્યાર્થીને પકડી પાડી કોપી કેસ કર્યો હતો. શિક્ષણ બોર્ડના પરીક્ષા ગેરરીતિના નવા નિયમ મુજબ પરીક્ષા પરિસરમાં ફોન સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખવા મામલે ગેરરીતિ ગણાશે તથા પોલીસ ફરિયાદ નોંધાશે. આચાર્યે ઉમરા પોલીસમાં ફરિયાદ ની વાત કરી હતી. પણ વિદ્યાર્થી સગીર હોઇ પોલીસે ફરિયાદ લેવા ના પાડી હતી. તેવામાં આ વાતની જાણ શિક્ષણ બોર્ડ અને ડીઇઓને થતાં તેમણે પોતાની કચેરીના એક અધિકારીને પોલીસ મથકે મોકલ્યા હતા. જ્યાં અધિકારી અને પોલિસે વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધવા માટે એક બીજાને કાયદા દેખાડવાની ફરજ પડી હતી.જ્યાં બંનેએ કલેક્ટર ડો.ધવલ પટેલના આદેશ મુજબ કાર્યવાહીની વાત કરી હતી. કલેક્ટરે બોર્ડની પરીક્ષાની ગેરરીતિના નિયમ મુજબ કાર્યવાહી કરવાનું કહેતા પોલીસે કલમ-188 એટલે કે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી, વાલીઓમાં આક્રોશ

ભૂલ છે, પણ પોલીસ ફરિયાદથી વિદ્યાર્થીના માનસ પર તેની વિપરિત અસર પડશે


શિક્ષણ બોર્ડે જે તે પરીક્ષામાં શૂન્ય અથવા પરિણામ રદ કરવા સુધીના પગલા લેવા જોઇએ. પણ પોલીસ ફરિયાદ નહીં કરવી જોઇએ. વિદ્યાર્થીએ નાપાસ થવાના ડરથી ખોટું કર્યું છે. જે તેની ભૂલ છે. પણ પોલીસ ફરિયાદ યોગ્ય નથી. પોલીસ ફરિયાદથી વિદ્યાર્થીના માનસપર વિપરિત અસર પડશે. > ઉમેશ પંચાલ, પ્રમુખ, વાલી મંડળ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો