તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ: આર્મ રેસલિંગ સ્પર્ધામાં સુરતની ટીમ બીજા ક્રમે રહી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | હાલમાં જ અમદાવાદ ખાતે 32મી આર્મ રેસલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સુરતના ખેલાડીઓ આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે રહ્યા હતા. મહિલાઓની કેટેગરીમાં ડો. કૈઝિન પરબીયાએ 55 કિલો વેઇટ કેટેગરીમાં રાઇટ અને લેફ્ટ હેન્ડ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એ સિવાય તેઓએ સતત સાતમી વાર ચેમ્પિયન ઓફ ધી ચેમ્પિયનની ટ્રોફી હાંસલ કરી હતી. આર્યન પરબીયાએ 65 કિલો વેઇટ કેટેગરીમાં રાઇટ હેન્ડ સિલ્વર અને લેફ્ટ હેન્ડ ગોલ્ડ મેળવ્યો હતો. સાનિયા શેખે 80 કિલો વેઇટ કેટેગરીમાં રાઇટ અને લેફ્ટ બંને હેન્ડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પુરુષોની કેટેગરીમાં આકાશ ધોળકિયાએ 75 કિલો વેઇટ કેટેગરીમાં લેફ્ટ હેન્ડ સિલ્વર, વીરદેવસિંહ સરવૈયાએ 90 કિલો વેઇટ કેટેગરીમાં રાઇટ અને લેફ્ટ બંને હેન્ડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. હાઈ વેઇઠ મુકાબલામાં ડો. વિકાસ શર્માએ 100 કિલો વેઇટ કેટેગરીમાં રાઇટ અને લેફ્ટ બંને હેન્ડમાં ગોલ્ડ તેમજ ઝોહર પતંગવાલાએ 110થી વધારે કિલોની વેઈટ કેટેગરીમાં રાઇટ અને લેફ્ટ બંને હેન્ડમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. માસ્ટર કેટેગરીમાં પણ ડો. વિકાસ શર્માએ 100 કિલો વેઇટ કેટેગરીમાં લેફ્ટ અને રાઇટ બંને હેન્ડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં સુરતના ખેલાડીઓએ 11 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મળી કુલ 15 મેડલ મેળવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો