તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિશ્ડની ડિમાન્ડથી કારીગરોને કારણ વગરની રજા આપવાનું શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રફ ડાયમંડના વધી રહેલા ભાવ સામે પોલિશ્ડ ડાયમંડના ભાવ ઈન્ટરનેશનલ અને લોકલ માર્કેટમાં સ્થિર થઈ ચૂક્યા છે. તેને લીધે હીરાના કારખાનેદારોએ ઉત્પાદન સ્થિર કરવા માટે કારીગરોને કારણ વગરની રજાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

નાના અને મધ્યમ હરોળના કારખાનામાં જે રત્ન કલાકારો સવારે 8થી રાત્રે 8ની શિફ્ટમાં કામ કરી 10 હીરા બનાવતા હતા. તેમને હવે 12 હીરા આપવામાં આવી રહ્યા છે. જયારે તેની સામે મજુરીનો દર જૂનો જ ચૂકવાઈ રહ્યો છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમણ જીલરીયાએ જણાવ્યું હતું. સુરત, નવસારી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં બેરોજગાર બનેલા રત્ન કલાકારોની નોંધણી કરવામાં આવે અને તેમને સરકાર બેકારી ભથ્થુ ચુકવે. યુનિયના દાવા મુજબ દિવાળી અને ક્રિસમસની સિઝન પછી કામ ઘટતાં 50 હજારથી વધુ કારીગરો બેકાર બન્યા છે. ગુજરાત સરકાર પાસે ભીખારીઓનો ડેટા છે, પણ કેટલા રત્ન કલાકારો બેકાર બન્યા તેનો ડેટા નથી. હાલમાં સ્ટોકની ભરવાના કારણે હીરાની કંપનીઓમાં વગર કામની રજાઓ રત્નકલાકારોને આપવાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે આ અંગે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર, હજુ સિઝન શરૂ થઈ છે. માલ સ્ટોકની પૂરતો ભરાવો પણ કોઈ પાસે નથી. જોકે હીરાની વિવિધ રીતે કટિંગથી હોઈ છે.

અન્ય સમાચારો પણ છે...