કૂતરાંઓ-રખડતા ઢોરોના ત્રાસને નિવારવા પાલિકાનો કંટ્રોલ રૂમ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર |સુરત

શહેરમાં રાત્રિના અને વહેલી સવારે કુતરાઓ દોડતાં હોય છે તેથી અકસ્માતના ને કુતરાં કરડવાના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. સાથે રખડતાં ઢોરોનો પણ ત્રાસ ચરમશીમાએ છે. આ અંગે સંખ્યાબંધ ફરિયાદો ઝોન, આરોગ્ય ખાતામાં થઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે કુતરાઓના અને રખડતાં ઢોરો ત્રાસને નિવારવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે પાલિકાએ ફોન નંબર 6359773877 જાહેર કર્યો છે. તેના પર ઓફિસના કામકાજ સમય સવારે 10.30 થી સાંજે 6.10 સુધી ફરિયાદી પોતાનું નામ, સરનામું અને સંપર્ક નંબર જણાવી ફરિયાદ નોંધાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...