19 એપ્રિલથી પેરેન્ટિંગ ફોર પીસની નવી બેચ શરૂ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

વેકેશનના સમયગાળામાં માતા-પિતાન પેરેન્ટિંગ શીખી શકે તે માટે પેરેન્ટિંગ ફોર પીસ દ્વારા પેરેન્ટિંગ કિ પાઠશાલા અંતર્ગત નવી બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પહેલી બેચ 19 એપ્રિલથી યોજાશે. આ બેચમાં કુલ 15 લેક્ચરો યોજાશે. જેમાં દર શુક્રવારે શહેરના જાણીતા ડોક્ટર સુરતીઓને પેરેન્ટિંગ શીખવશે. જેમાં 18 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિઓ ભાગ લઈ શકશે. ખાસ કરીને જેમના બાળકોની ઉંમર 10થી 15 વર્ષ છે તેમના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એકસેપ્ટન્સ, બેલેન્સ પેરેન્ટીંગ, કોમ્યુનિકેશન, ડિસીપ્લીન, ઈલેકટ્રોનિક મીડિયા, ફુડ હેબિટસ, જેન્ડર બાયસ, હેપ્પી પેરેન્ટ, ઈરીટેબલ ચાઈલ્ડ, જસ્ટ ટોક અબાઉટ ઈટ, કિડ્ઝ શુલ્ડ ફેલ-વાય, લેટસ પ્લે, મેડ એટ યુ ડિફીકલ્ટ ટીન્સ અને નો મીન્સ નો જેવા વિષયો પર સમજ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...