તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રાન્ડ બનવા સ્ટાર્ટઅપ શરૂ કરો તો એ ક્યારેય સફ‌ળ નહીં થાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘પરિવારના દરેક સભ્યો વચ્ચે સારા સંબંધ હોય છે પરંતુ ક્યારેક કોઈ ભૂલ થાય તો પાછળથી એ સંબંધોને દોષ આપવામાં આવે છે. માતા પોતાના બાળક માટે ગમે તેટલુ સારું વિચારે પણ જો કોઈ વસ્તુ ખોટું થાય તો તે તેની માતાને જ દોષ આપે છે. તેમજ બિઝનેસમાં કંપનીનો લીડર કંપનીના કર્મચારી માટે ગમે તેટલું વિચારે તો પણ અંતમાં કર્મચારી લીડરને જ દોષ આપે છે, તેઓ માને છે કે લીડર ફક્ત પોતાનું જ વિચારે છે. પરંતુ કોઈને એ જાણ નથી હોતી કે લીડર પર કેટલી જવાબદારી અને ચેલેન્જિસ હોય છે. ’ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘બિઝનેસ લીડરશિપ, ઇનોવેશન એન્ડ સોશિયલ ઇમ્પેક્ટ ટુ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’ વિષય પર યોજાયેલા સેમિનારમાં મદીહા અહમદે આ વાત કરી હતી.

ચેમ્બરમાં ‘બિઝનેસ લીડરશિપ વિષય પર સેમિનાર યોજાયો

શો-ઓફની દુનિયામાં પણ વિશ્વાસથી જ બિઝનેસ થાય

દરેક જગ્યાએ લીડરને જ જ દોષ આપવામાં આવે છે. દરેક વ્યક્તિઓ માટે દરેક કારણમાં બીજાને દોષ આપવો ઘણું સરળ બની ગયુ છે. જો દેશમાં કોઈ ખોટી વસ્તુ થાય તો નેતાને દોષ આપવામાં આવે. કોઈપણ બાબત કે કાર્ય માટે એક જ વ્યક્તિ જવાબદાર હોતો નથી. અત્યારે દરેક બિઝનેસમેન, આંત્રપ્રિન્યોરને સરખી જ સમસ્યા હોય છે. જેમાં પહેલુ છે બ્રાન્ડિંગ. જ્યારે તમે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે તમારું વિઝન ફક્ત લોકોની સામે દેખાવો કરવા માટે હોય તો એ ખોટું છે. તમે એક બ્રાન્ડ બનવા માંગો છો એ કારણથી સ્ટાર્ટઅપ શરૂ કરો છો તો તમારુ સ્ટાર્ટઅપ ક્યારેય સફ‌ળ થશે નહીં. તમે કંઈ બ્રાન્ડ નથી. બ્રાન્ડનો અર્થ એ છે કે દરેક વ્યક્તિનો વિશ્વાસ તમે જીતો તો તમે બ્રાન્ડ છો. પોતાને ક્યારેય બોસ ન સમજો. તમારે પર્સનલ બ્રાન્ડિંગ નહીં પણ ઓર્ગેનાઈઝેશનની બ્રાન્ડિંગ કરવાનું છે. જ્યારે તમે પોતાને બોસ સમજવા લાગશો ત્યારે તમે તમારી નીચેના વ્યક્તિઓને મહત્વ આપવાનું બંધ કરી દો છો. તેમને ગણકારવા લાગો છો. પરંતુ તમે ગમે તેટલી ઊંચી પોસ્ટ પર પહોંચી જાવ હંમેશાં ઓર્ગેનાઈઝેશન વિશે પહેલા વિચારવું જોઈએ. બિઝનેસ માટે બીજી મહત્વની વસ્તુ છે તમારી પ્રોડક્ટની ક્વોલિટી અને ક્વોન્ટિટી છે. તમારે ગ્રાહકને જે જોઈએ છે એ આપવાનું છે. તેમની જરૂરિયાતોને મહત્વ આપવાનું છે. ભલે એકવાર તમારી બ્રાન્ડ મોટી હશે પણ તમારી ક્વોલિટી સારી ન હશે તો એ બ્રાન્ડનું મહત્વ માર્કેટમા ઓછું થવા લાગે છે. તમારી બ્રાન્ડની સોશિયલ ઈમ્પેક્ટ સારી હોવી જોઈએ. શો-ઓફની દુનિયામાં પણ વિશ્વાસથી જ બિઝનેસ થાય છે. કંપની માટે ત્રીજી મહત્વની વસ્તુ છે કોલાબ્રેટ. ક્યારેય એવું નહિં વિચારો કે તમે એકલા બ્રાન્ડિંગ કરી શકશો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો