કંટાળો દૂર કરવા દોડવાનું શરૂ કર્યુ, દોઢ વર્ષમાં 9 મેરેથોન દોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ‘રોજિંદા જીવનથી કંટાળીને દોડવાની શરૂઆત કરી હતી. હવે વારાફરતી એચિવમેન્ટ મેળવી રહી છું. અત્યાર સુધીમાં 9 મેરેથોન અને 3 અલ્ટ્રામેરેથોન દોડી છું. આ દોડમાં 30 કિલોમીટર દોડવાનું હતુ.ં જેમાં 2700 મીટર ઊંચાઈ પર સતત 5 કલાક 55 મિનિટ દોડીને આ રેસમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો.’ સિક્કિમમાં યોજાયેલી દોડમાં સિંગલ પેરેન્ટ્સ જાનવી ગોહિલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. સિટી ભાસ્કર સાથે જર્ની શેર કરી હતી. વાંચો ખ્યાતિ માણિકનો સ્પેશિયલ રિપોર્ટ..!
CB
exclusive
જાનવી ગોહિલ
એસએમસીમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જનરલ નર્સીંગ

સિંગલ પેરન્ટ માતા
75
સ્પર્ધકોએ આખા દેશમાંથી ભાગ લીધો

09
મેરેથોન

03
અલ્ટ્રા

મેરેથોન દોડી છે.

2700
મીટર ઊંચાઈએ દોડી

05
કલાક

દોડ પૂર્ણ કરી હતી

3rd
55
મિનીટ

ક્રમ પ્રાપ્ત કર્યો

એક વર્ષથી હોટલમાં જમવા પણ નથી ગઈ
રોજીંદા જીવનથી કંટાળી ગઈ હતી. નવું કરવા માટે દોડવાની શરૂઆત કરી હતી. એક દિવસ એમ જ સવારમાં ચાલવા નીકળી ગઈ. ત્યારે બીજા લોકોને મેં સાઈકલિંગ કરતા જોયા. બીજા દિવસથી મારા દિકરાની સાઈકલ લઈને સવારમાં નીકળી ગઈ. એ દિવસે મને ઘણું સારું લાગ્યુ. તેનાથી મને પોઝીટીવીટી મળવા લાગી. મને સવારનું વાતાવરણ ખૂબ ગમવા લાગ્યુ. તેથી મેં રોજ સાઈકલિંગ અને રનિંગ શરૂ કર્યુ. હું દોઢ વર્ષથી રનિંગ કરું છું. મને થયુ કે હું રનિંગ કરુ છું તો મારે આમાં સારી રીતે આગળ વધવું જોઈએ. મેં રનિંગ માટે ટ્રેનિંગ લેવાની શરૂ કરી. કોચિંગ દ્વારા મને આ સ્પર્ધાની જાણ થઈ. મને સામાન્ય રનિંગ કરતા ટ્રેલ રનીંગમાં વધારે રસ હતો તેથી મેં આ સ્પર્ધામાં ભાગ લીધો. રાષ્ટ્રીય સ્તર સુધીની મેરેથોનમાં મેં ભાગ લીધો છે.ં રોજ બે કલાક પ્રેક્ટિસ કરું છું. રોજ સવારે 5:30 એ ઊઠી સાઈકલિંગ અને રનીંગ કરવા માટે જાવ છું. સાથે ઓફિસનો સમય પણ સાચવી લઉં છું. તેમજ રોજ સાંજે ઓફિસથી આવી 1 કલાક જીમિંગ કરું છું. જેમાં ફલાય ઓવર,સ્ટેપની પ્રેક્ટિસ થાય છે. પ્રોપર ડાયેટ ફોલો કરું છું. બહારનું ખાવાનું ગણકારું છું. મેં છેલ્લા એક વર્ષથી બહારનું ખાવાનું બંધ કર્યુ છે. આ સ્પર્ધામાં આખા દેશમાંથી 75 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બેંગ્લોર, હિમાચલ, દિલ્લી તેમજ ભારતની સિવાય બે દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ટ્રેલ રનીંગમાં 2700 મીટરની ઊંચાઈએ 30 કિમી દોડવાનું હતુ. આ સ્પર્ધા 6 કલાકમાં પૂર્ણ કરવાની હતી. સિક્કિમની નજીકના વિસ્તારમાં આ સ્પર્ધા યોજાઈ હતા. સવારે 5 વાગે આ રેસની શરૂઆત થઈ હતી. ત્યારે ઠંડુ અને ધુમ્મસવાળું વાતાવરણ હતુ. પરંતુ સૂર્યપ્રકાશ ઘણો હતો તેથી રનીંગમાં કોઈ મુશ્કેલી આવી નહિ. આખી રેસ દરમિયાન વાતાવરણ ઠંડુ જ રહ્યું હતુ. અમારે આ રેસમાં એકવાર 2700 મીટર ઉપર ગયા પછી નીચે આવાવનું અને ફરી 750 મીટર ઉપર સુધી પહોંચવાનું જ્યાં રેસનો અંતિમ પોઈન્ટ હોય. અમારે પાણી સાથે જ રાખવાનું હોય છે. જો પાણી પતી જાય તો રસ્તામાં ઘણા પાણીના ઝરણા આવતા હતા ત્યાંથી પાણી ભરી લેતી હતી. હું જ્યારે ઉપર ચઢતી હતી ત્યારે મને ‌િવચારો આવતા હતા કે મારાથી થશે કે નહિં. છેલ્લા 15 કિમી બાકી હતા ત્યારે મારા પગ ખેંચાવા લાગ્યા હતા. છેલ્લો અેક પુલ હતો જે મેં ક્રોસ કર્યો અને મારા કોચનો ફોન આવ્યો. તેમણે મને ઘણી મોટીવેટ કરી કે તું કરી શકશે તો હિમ્મત રાખીને આગળ વધી.

અન્ય સમાચારો પણ છે...