તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અયોધ્યામાં રામમંદિરનો સત્વરે પ્રારંભ કરાવો ઃ સુધાંશુ મહારાજ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીતા એક શાશ્વત પુસ્તક છે. તેમાં જીવનની પ્રેરણા અને માર્ગદર્શનનો અદભૂત સંયોગ છે. સદગુરૂએ વિશ્વમાં દૈવી દિવો છે. અયોધ્યાના રામલીલા મેદાનમાં સત્વરે શ્રીરામમંદિરની કામગીરીનો પ્રારંભ થવો જોઈએ. અનાથ બાળકોના લાભાર્થે આયોજિત કથા સત્સંગમાં સુધાંશુ મહારાજે શુક્રવારે આ શબ્દો કહ્યાં હતા.

વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન દ્વારા અનાથ બાળકોના લાભાર્થે ચાર દિવસીય સત્સંગ સમારોહ ચાલી રહ્યો છે. આ પ્રસંગે કથાકાર સુધાંશુ મહારાજે શુક્રવારે કથામાં કહ્યું કે શ્રીરામ ભારતની આસ્થા છે. તીર્થમાં મંદિર બનવું જોઈએ. સદગુરૂઓ પૃથ્વી પર ઝગમગતા દીવા જેવા છે. તેમના માર્ગદર્શન હેઠળ જીવનનું કલ્યાણ કરો. ભારતમાં એવા ઘણાં સદગુરૂઓ થયા કે જેમના થકી કેટલાયે આત્માઓના જીવનનું કલ્યાણ થયું. આ સદગુરૂઓ ભક્તો માટે આધ્યાત્મિક પ્રેરણાના કેન્દ્ર છે, જે પવિત્રતાના માર્ગે લઈ જાય છે. શ્રીમદ ભગવદ ગીતા ભક્તો માટે ખજાના સમાન છે. મિશનના આચાર્ય રામકુમાર પાઠકે જણાવ્યું હતું કે અનાથ (દેવદૂત) બાળકોને શિક્ષિત કરવાના કાર્યને વધુ ગતિ આપવા માટે સુરતનો આ ચાર દિવસીય સત્સંગ મહોત્સવ બાલાશ્રમના વિકાસ માટે સમર્પિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો