તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે સુરત રક્તદાન કેન્દ્રની સ્ટેમસેલ બેંકનો આરંભ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા શહેરમાં સ્ટેમસેલ બેંકનો રવિવારે સવારે 10.30 કલાકથી પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે રક્તદાન કેન્દ્રમાં અત્યાધુનિક સેપેક્ષ-2 મશીન લાવી નવજાત બાળકોના કોર્ડ બ્લડ પ્રોસેસ કરવાની સુવિધા થશે, અત્યાધુનિક મશીનને કારણે થેલેસેમીયા, એનીમીયા, અલ્ઝાઈમર્સ, પાર્કીન્સન અને કરોડરજ્જૂના રોગોની સારવાર કરી શકાશે.

છેલ્લાં 43 વર્ષથી સેવા બજાવતા સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા રવિવારે સ્ટેમસેલ બેંકનો પ્રારંભ કરાઈ રહ્યો છે. આ અંગે રક્તદાન કેન્દ્રના ડો.નરેન્દ્ર વસાવડાએ કહ્યું કે રક્તદાન કેન્દ્ર દ્વારા દર વર્ષે 60 હજારથી વધુ લોકોને રક્ત આપી સારવારમાં મદદ કરાઈ રહી છે. તેની સાથે સુરત, ભરૂચ, નર્મદા અને તાપી મળી 22 જેટલાં કેન્દ્રોમાં પણ રક્તદાન બાદ સલામતી સાથે રક્ત સાચવી લોકોને પુરૂ પડાય છે. રાહત દરે આ લોહી આપવાને કારણે રક્તદાન કેન્દ્રને વાર્ષિક 1.60 કરોડ રૂપિયાની ખોટ જાય છે, જેથી લોકોનો પણ આર્થિક સહયોગ મળી રહે છે.

હાલમાં સ્ટેમસેલ અંગેની બેંકો મુંબઈ જેવા શહેરોમાં છે, તેમાં મેન્યુઅલી કામગીરી વધુ થાય છે. જ્યારે સુરતમાં અત્યાધુનિક મશીન લવાયું છે. આ મશીનમાં કોર્ડ બ્લડ(જન્મ સમયે ગર્ભનાળનું લોહી) લઈ તેને 18 કે તેથી વધુ વર્ષ સાચવવામાં આવશે. ત્યારબાદ જેમણે આ લોહી આપ્યું હોય તેમના પરિવારના સ્વજનોને આ લોહી દ્વારા અસાધ્ય રોગોની સારવાર કરી શકાય. તેમાં લગભગ 80 જેટલાં રોગોમાં લોકોને રાહત આપી શકાશે.

આ બેંકને કોર્ડ બ્લડ સ્ટેમસેલ સેલ્યુરન્સ નામ અપાયું છે. વધુમાં વધુ આ લોહી 75 વર્ષ સુધી સાચવી શકાય છે. તે દરમિયાન જો લોહી આપનાર પરિવાર ઇચ્છે તો બીજાને પણ દાન કરી શકાય. આ બેંક કાર્યરત થતાં રક્તને લગતા કેન્સર અને અલ્ઝાઈમર્સ જેવા 80 જેટલાં અસાધ્ય રોગોમાં મદદ મળતા વરદાનરૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો