તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીકેન્ડ વોરિયર્સ સામે એસએસજીની ટીમ 15 ગોલથી વિજેતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત ખાતે રમાઈ રહેલી પ્રથમ હેન્ડબોલ લીગમાં , જેમાં એસએસજીની ટીમે 15 ગોલથી વિજય મેળવ્યો હતો. એસએસજીએ નિયત સમયમાં 23 ગોલ કર્યા હતા જેની સામે વીકેન્ડ વોરિયર્સની ટીમ ફક્ત 9 ગોલ જ કરી શકી હતી. એક તરફ એસએસજીના સ્ટ્રાઇકર્સે શાનદાર પરફોર્મ કરી સામેની ટીમ પર ગોલ માર્યો હતો તો બીજી બાજુ એસએસજીના ગોલકીપર અને ડિફેન્ડર્સે શાનદાર ડિફેન્સ કર્યો હતો અને વીકેન્ડની ટીમને વધારે ગોલ કરતા અટકાવ્યો હતો. એસએસજી ટીમ તરફથી અશ્વિને 9 ગોલ કર્યા હતા.નદીમે 6 અને હર્ષ તેમજ પાર્થે 5-5 ગોલ કર્યા હતા. આ ટીમના કોચ અમિત પટેલે બધા જ ખેલાડીઓને ઉત્કૃષ્ટ રમત બદલ શુભેચ્છા પાઠવી છે. ટુર્નામેન્ટની ત્રીજા રાઉન્ડની મેચો 14 એપ્રિલ રવિવારે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...