પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની તકરારમાં પત્નીનો દવા પી આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામમાં પરિણીતાએ પતિ સાથે બોલાચાલી કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલ ગોપીનાથ સોસાયટીમાં રહેતા મેહુલ ભસોલિયા હીરાના કારખાનમાં કામ કરી પત્ની અવની (ઉ.વ. ૩૦) અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

જોકે, અવનીને પતિ મેહુલનો કોઈ પર સ્ત્રી સાથે સંબંધ હોવાનું લાગતાં દંપતી વચ્ચે શનિવારે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મેહુલ ઘરેથી કામ અર્થે જતો રહ્યો હતો અને અવનીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી બપોરે મેહુલ ઘરે આવતા જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે અવનીને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન અવનીનું શનિવારે સાંજે મોત થયું હતું. કતારગામ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...