તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા ખર્ચ્યા તેનો હિસાબ, જિંદગીનોનથી રાખતા ઃ આ. સંયમબોધિસૂરિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આપણે સો રૂપિયા ખર્ચીએ છીએ તો સવાલ પુછીએ છીએ કે ક્યાં ખર્ચ્યા. જ્યારે આખુ જીવન ખર્ચીએ છીએ ત્યારે નથી પુછતાં કે ક્યાં ખર્ચ્યુ. પૈસા ખર્ચ્યા તેનો હિસાબ તો જિંદગીનો કેમ નથી રાખતા. મહિધરપુરા હીરાબજારમાં આચાર્ય સંયમબોધિસૂરિ મહારાજે આ શબ્દો શ્રાવકોને પુછ્યા હતા.

શુક્રવારે મહિધરપુરા હીરાબજારમાં પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજના શિષ્ય આ.સંયમબોધિસૂરિ મહારાજે વિહાર કર્યો હતો. તેમણે શ્રાવકોને કહ્યું કે સંપત્તિના હિસાબની સાથે જીવનના હિસાબને સરખાવો તો તમે ખોટમાં છો. આખી જિંદગી જેની પાછળ ખર્ચો છો તેનું વળતર શું મળે તેનો વિચાર કરો તો નફા-નુકસાનનું સરવૈયુ સમજાશે. પાછલી ઉંમરે જ્યારે આ સરવૈયુ સમજાશે, ત્યારે પાછા વળવાનો સમય નહીં હોય. સાકર ગમે તેટલી મીઠી હોય ડાયાબીટીસમાં ખવાતી નથી. જીવનમાં મીઠાશ હશે તો ડાયાબીટીસ છતાં મીઠાશ મળતી રહેશે. જીભની મીઠાશ કરતા કર્મની મીઠાશ પરમાત્માને પ્રિય બનાવે છે. મન જ એવી વસ્તુ છે કે જ્યાંથી સુખ કે દુઃખ ઉપજે છે. જીવનને સફળ બનાવવું હોય તો સાચુ લક્ષ્ય હોવું જોઈએ. એના માટે સાચા સાધનો એટલે ધર્મ છે. સાચી નીતી એટલે પરમાત્માની આરાધના અને સંયમનું પાલન એટલે સત્યનો સ્વીકાર છે. પુણ્યરૂપે મળેલી અનુકુળતાને સદકાર્યમાં ખર્ચો.

_photocaption_મહિધરપુરા હીરાબજારમાં શ્રાવકોને આ. સંયમબોધિસૂરીજીએ બોધ આપ્યો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો