રાજધાની ટ્રેનોમાં મહિલાઓ માટે વિશેષ કોચ જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

મુંબઈ -દિલ્લી વચ્ચે દોડતી રાજધાની ટ્રેનોમાં મહિલાઓ માટે વિશેષ કોચ જોડવાની યોજના રેલવે તૈયાર કરી રહ્યું છે. ચેન્નાઇ સ્થિત આઈસીએફ કોચ ફેક્ટરીમાં આ અંગે કામ શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં મુંબઈ અને સુરત સહિતના મહિલા મુસાફરોને વિશેષ કોચનો લાભ મળી શકશે.હાલ રાજધાની ટ્રેનોમાં મહિલા મુસાફરો માટે અલગથી કોચની વ્યવસ્થા નથી.રાજધાની ટ્રેનોમાં બે પાવર કાર હોય છે જે મશીનો કોચની અંદર ફિટ કરેલી હોય છે. હવે આ મશીનોને કોચના નીચેના ભાગે ફિટ કરી કોચને મુસાફરોને બેસવા લાયક બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...