તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના 355 શતાયુ મતદારો માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્વતંત્રતા બાદ 1952માં યોજાયેલી લોકસભાની પહેલી ચૂંટણીથી 2019 સુધી તમામ ચૂંટણીના સાક્ષી રહી ચૂકેલા આયુષ્યના 100 વર્ષ પૂર્ણ કરનારા 355 શતાયુ મતદારો માટે ખાસ વ્યવસ્થા ખડી કરવામાં આવી છે. જેમાં જે તે ઉમેદવાર ઉપરાંત વહીવટી તંત્ર પણ આવા મતદારોને ઘરેથી લાવવાની, મતદાન કર્યા બાદ ઘરે પરત મૂકી જવાની વ્યવસ્થા કરશે. સ્થાનિક ચૂંટણી પંચે આપેલી એક માહિતી આયુષ્યની સદી વટાવી ચૂકેલા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતા મતદારોની સંખ્યા 355ની છે. આ મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા ચૂંટણી પંચ પણ કરશે અને રાજકીય ઉમેદવારો તો તેમના ઘરે જઇને તેમને મતદાન માટે લાવવા લઇ જવા સુધીની સુવિધાઓ ઓફર કરી ચૂક્યા છે. આ રસપ્રદ માહિતી મુજબ સુરત પૂર્વમાં એક પણ મતદાર સો વર્ષ કે તેથી વધુ વર્ષના નથી. જ્યારે સૌથી વધુ ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં છે. જ્યાં આ સંખ્યા 71 છે. સુરત વિધાનસભામાં શતાયુ મતદારોની સ્થિતિ આ મુજબ છે.

ઓલપાડ 71

માંગરોળ 36

માંડવી 26

કામરેજ 12

ઉત્તર 27

વરાછા 13

પૂર્વ 00

કંરજ 16

લિંબાયત 9

ઉધના 12

મજૂરા 29

કતારગામ 12

પશ્ચિમ 18

ચોર્યાસી 44

બારડોલી 14

મહુવા 16

અન્ય સમાચારો પણ છે...