તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ ગુજરાતની 16 શાળાની ફી FRCએ નક્કી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફઆરસી દ્વારા શૈક્ષણિક વર્ષ 2017-18 અને 2018-19 માટેની દ.ગુજરાતની 16 શાળાઓની ફી જાહેર કરાઇ છે.જેમાં સુરતની 14 અને વલસાડ જિલ્લાની 2 શાળાઓનો સમાવેશ થાય છે. જિલ્લા શિક્ષણાધિકારીના વેબસાઇટ પર જાહેર કરાયેલા માળખામાં ફાઇનલ ફી સામે શાળાએ કરેલી પ્રપોઝલ ફીનું માળખું જાહેર કરાયું છે. સૌથી વધુ ફી વેસુની શ્રીશ્રી રવિશંકર વિદ્યા મંદિરની ધોરણ 11 અને 12 માટે રૂ.42040 મંજુર કરાઇ છે. એચએસસી વિજ્ઞાન પ્રવાહ માટે રૂ.40510ની ફી મંજુર કરી છે. જ્યારે ઉધના વિસ્તારમાં આવેલી સમિતી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલે કરેલી પ્રપોઝલ ફી પુરે પુરી મંજુર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...