તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Son Of Congress Corporator Arrested For Taking Bribe Of Rs 15000 For Illegal Construction Construction 035619

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના નામે ધમકી આપી 15 હજારની લાંચ લેતાં કોંગી કોર્પોરેટરનો પુત્ર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કોર્પોરેટરો લાંચ લેતા પકડાય એ હવે નવી વાત નથી. કારણ કે અત્યાર સુધી ભાજપના 4 નગરસેવકો લાંચ લેતા પકડાઇ ચૂક્યા છે. હવે કોંગી કોર્પોરેટરનું લાંચના મુદ્દે ખાતું ખુલ્યું છે. વોર્ડ નં. 18ના નગરસેવક લીલા સોનવણેનો પુત્ર કૃણાલ, તેનો વચેટિયો અને ઓફિસબોય રૂ. 15 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચની રકમ 16 વર્ષીય ઓફિસબોયે સ્વીકારી હતી.

વોર્ડ નં. 18, આંજણા-ખટોદરામાં એક વ્યક્તિના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જે બાંધકામ ગેરકાયદે છે તેમ કહી બાંધકામ તોડી પાડવું ન હોય તો લાંચની રકમ રૂ. 15 હજાર આપવી પડશે એવી ધમકી કોંગ્રેસના કોર્પોરેટર લીલા સોનવણેના પુત્ર કૃણાલે આપી હતી. કૃણાલની આ હરકતથી ત્રસ્ત થયેલા મકાનમાલિકે લાંચ રૂશ્વત વિરોધી શાખાના પોઈ બી.કે. વનારનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી બુધવારે બપોરે 11.39 મિનિટે કૃણાલ ભાઇદાસ સોનવણે (રહે: રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ,રોડ નં.3, ઉધના), તેની ઓફિસમાં કામ કરતા ભટુ આધાર પાટીલ (રહે: કર્મયોગી સોસાયટી, પાંડેસરા) અને કૃણાલને ત્યાં ઓફિસબોય તરીકે કામ કરતા 16 વર્ષીય તરુણની ધરપકડ કરી હતી.

લાંચની રકમ લઇ જ્યારે મકાન માલિક જઇ રહ્યા હતા તે વખતે ભટુ પાટીલનો ફોન આવ્યો હતો. પોતે રસ્તામાં હોવાની વાત મકાનમાલિકે કરી એ સમયગાળામાં કૃણાલ અને ભટુ પાટીલે એવી વ્યવસ્થા ગોઠવી કે લાંચની રકમ ઓફિસબોય જ સ્વીકારશે. પરિણામે ભટુ પાટીલને આ રકમ આપવા છતાં તેણે સ્વીકારી ન હતી અને ઓફિસબોયને આપવાનું કહ્યું હતું. ઉધના સ્થિત ઓફિસની બહાર જ્યારે ઓફિસ બોય લાંચની નોટની ગણતરી કરી રહ્યો હતો તે વખતે કૃણાલ ઘરમાંથી ઓફિસબોયની ગતિવિધી જોઇ રહ્યો હતો. એ જ સમયે એસીબીની ટીમે ઓફિસબોય સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

લાંચકેસનો મુખ્ય આરોપી કૃણાલ સોનવણે

વચેટીયો ભટુ આધાર પાટીલ

એકથી વધુ લોકો રકમ આપવા આવવાના હતા
જ્યારે એસીબીની ટીમે ત્રણેયને પકડી પાડ્યા ત્યારે સૌથી પહેલા કૃણાલે એવું પૂછ્યું હતું કે, ‘સાહેબ, ફરિયાદી કોણ છે? હું પણ એને જોઇ લઉં.’ એનો સીધો અર્થ એ છે કે એક કરતા વધુ વ્યક્તિ પૈસા આપવા આવવાની હતી. જેથી કૃણાલને એ ખ્યાલ જ ન હતો કે ફરિયાદી કોણ છે?

એસીબીવાળા હમણા સક્રિય બન્યા છે
જ્યારે લાંચની રકમ ભટુ પાટીલને આપવાનું કહ્યું ત્યારે ભટુ પાટીલે એવું કહ્યું હતું કે હમણા એસીબીવાળા સક્રિય બન્યા છે. જેથી લાંચની રકમ હું સ્વીકારવાનો નથી. ઓફિસબોયને આપી દો.

કોંગ્રેસે ખાતું ખોલાવ્યું | અત્યાર સુધીમાં લાંચ લેતા પકડાયેલાઓમાં વીણા જોશી, મીના રાઠોડ, નેન્સી સુમરા અને જ્યંતી ભંડેરીનો સમાવેશ થાય છે. વિણા જોશીને બાદ કરતા છેલ્લા એક વર્ષમાં જ ભાજપના 3 કોર્પોરેટર લાંચ લેતાં પકડાયા હતા. જ્યારે કોંગ્રેસના કોઇ કોર્પોરેટરનું નામ લાંચના મુદ્દે સપાટી પર આવ્યું ન હતું. આ વખતે કોંગી કોર્પોરેટરના પુત્રએ માતાના નામે ધમકી આપી લાંચની રકમ માંગી હોવાની વાત સામે આવી છે.

ઘરને તાળાં મારી પરિવારજનો રફુચક્કર થયા | જ્યારે કૃણાલ સહિત ત્રણે લાંચના ગુનામાં પકડયા બાદ પોલીસે કૃણાલના ઘરની તલાશી લેવાની કામગીરી કરવી હતી પરંતુ તેના ઘરે તાળું હતું. આખરે કૃણાલ પાસેથી જ ઘરની ચાવી લઈ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો