તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાર સુધીમાં 13 આરોપીઓ પકડાયા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લાન સ્થ‌ળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં ઈમ્પેકટ ફી મંજૂર કરી તેમ જ COR ઇશ્યુ કરી દીધું
ક્રાઇમ રિપોર્ટર|સુરત

સરથાણા પાલિકાના આગમાં 22 માસુમો વિદ્યાર્થીઓના મોતના મામલે ક્રાઇમબ્રાંચે પાલિકાના રિટાયર ડેપ્યુટી ઈજનેરની ધરપકડ કરી છે. આ પહેલા 13 પાલિકા-ફાયર-ડીજીવીસીએલ ઉપરાંત બિલ્ડરોની ધરપકડ કરી હતી. વધુમાં આ બાબતે ક્રાઇમબ્રાંચે 65 વર્ષીય રિટાયર ડેપ્યુટી ઈજનેર હિમાશું હસમુખલાલ ગજ્જરની ધરપકડ કરી છે. હિમાંશુ ઉમરાગામની ઉમરીગર સ્કૂલની પાસે સાંઇલીલા એપાર્ટમેન્ટમાં રહે છે. હિમાંશું ગજ્જરની વાત કરીએ તો તે વરાછા ઝોનમાં અગાઉ ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતો હતો. તે વખતે તેણે તક્ષશીલા આર્કેડનું બિનઅધીકૃત બાંધકામ હતું, તેને નિયમિત કરવા માટે પ્લાન સ્થ‌ળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં ઈમ્પેકટ ફી મજૂર કરવા તેમજ સર્ટિફિકેટ ઓફ રેગ્યુલરાઇઝેશન (સીઓઆર) ઇશ્યુ કરી દીધું હતું. જેના કારણે તેના ઉપલા અધિકારીએ પણ હિમાંશુ ગજ્જરની પણ વિશ્વાસ કરીને તેમાં સહી કરી દીધી હતી. ધરપકડથી બચવા માટે હિમાંશુ ગજ્જરે પહેલા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી જે નામંજૂર કરતા ત્યાર પછી હાઇર્કોટમાં આગોતરા જામીન અરજી કરી હતી. નામંજૂર થાય તે પહેલા આગોતરા જામીન અરજી વિ઼્ડ્રોલ કરી હતી.

તક્ષશિલા અગ્નિકાંડ: પાલિકાનો રિટાયર ડેપ્યુટી ઈજનેર હિમાંશુ ગજ્જર પકડાયો
મુંબઈ અને કેદારનાથ દર્શન કરવા નીકળી ગયો
24મી મે-19 તક્ષશીલા આર્કડમાં આગની ઘટના બની હતી તે વખતે હિમાશું ગજ્જર જાપાનથી ફરીને ઈન્ડિયા આવ્યો હતો. ત્યાર પછી તેને ધરપકડની ગંધ આવી જતા મુંબઈમાં સિધ્ધિ વિનાયક મંદિર તેમજ બદરી કેદારનાથ સહિતના ધાર્મિક સ્થળો ફરતો રહેતો હતો. હિમાંશુ ગજ્જરનો પુત્ર વિદેશમાં સ્થાયી થયેલો છે

સંજય આચાર્યએ જામીન માંગ્યા
તક્ષશિલા કાંડના આરોપી અને હાલ એન્ટી કરપ્સન બ્યુરોની ગીરફતમાં આવેલાં ફાયર વિભાગના અધિકારી સંજય આચાર્યએ જેલ માંથી બહાર આવવા માટે જામીન અરજી કરી છે. આરોપી સામે આવકથી વધુ સંપત્તિ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ધરપકડ બાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે સંજય આચાર્યની પણ ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાંથી જામીન નકારાયા બાદ આરોપીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જે મંજૂર રહી હતી. પરંતુ એન્ટ્રી કરપ્સન બ્યુરોએ આવકથી વધુ સંપત્તિનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીને હાઇકોર્ટથી રાહત મળી હતી
તક્ષશિલા કાંડમાં સંડોવાયેલાં આરોપી એવા પાલિકાના અધિકારી હિમાંશુ ગજ્જર જે તે સમયે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે હાઇકોર્ટે આરોપીની તબિયતને ધ્યાને લઇને દસ થી પંદર દિવસ સુધી નોટ ટુ અરેન્સટનો ઓર્ડર આપ્યો હતો. જો કે, આ વાતને પણ 35 દિવસથી વધુનો સમય વીતી ગયો હોય આજે શુક્રવારના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...