તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં સ્નેચરને યુવાને પકડી પાડી પોલીસને સોંપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતમાં ખુલ્લા મેદાનમાંથી પસાર થતા યુવાન પાસેથી મોબાઇલ ઝુંટવવાનું સ્નેચરોને ભારે પડી ગયું હતું. બાઇક પર આવેલા બે પૈકી એકનો પગ પકડી ભોગ બનનાર યુવકે બાઇક પરથી પછાડી પકડી લીધો હતો.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત મહિતી મુજબ લિંબાયતના સાંઇનગરમાં રહેતા પ્રવિણ દગડુંભાઇ આહિરે સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. શનિવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં પ્રવિણ લિંબાયતમાં શ્રીનાથ સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાંથી હાથમાં મોબાઇલ સાથે પસાર થતા હતા. આ સમયે પાછળથી બાઇક પર આવેલા બે મોબાઇલ સ્નેચરોએ પ્રવિણના હાથમાંથી મોબાઇલ ઝુંટવ્યો હતો. જોકે, પ્રવિણે બાઇકનું કેરિયર પકડી લીધા બાદ પાછળ બેસેલા ગણેશ કૈલાશ પાટીલ (રહે. કૃષ્ણાનગર, લિંબાયત)નો પગ પકડી તેને બાઇક પરથી પછાડી તેને પકડી લીધો હતો. જ્યારે ચાલક મોબાઇલ લઇ નાસી ગયો હતો. પ્રવિણે મોબાઇલ ચોર ગણેશને પકડી પાડી, પોલીસને હવાલે કરી દેતા પોલીસે તેના સાગરિત તુષાર જ્ઞાનેશ્વર રાજપુતને પણ પકડી પાડ્યો હતો. આ બંને શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો