તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના 6 ગામો‘સમૃધ્ધ’ હોવા છતાં તેમને જ ‘સ્માર્ટ વિલેજ’ બનાવવાના પ્રસ્તાવથી વિવાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ યોજનાનો લાભ લેવામાં પણ સુરત જિલ્લા પંચાયતના શાસકો કંજૂસાઈ કરીને સરકારને વ્હાલા થવા માટે પ્રાથમિક સુવિધા માટેની રાહ જોઇ રહેલા ગામો સાથે અન્યાય કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. સરકારની યોજના હેઠળ વધુને ‌‌વધુ લાભ લેવાને બદલે જિલ્લા પંચાયતના શાસકોએ માત્ર છ ગામ માટે જ દરખાસ્ત મોકલી આપી છે.

જિલ્લા પંચાયત દ્વારા પલસાણા તાલુકાના તળોદરા, કરાર, ઉમરપાડા તાલુકાના ઉમરદા, ચોર્યાસી તાલુકાના મલગામા અને ઓલપાડ તાલુકાના વેલુક અને મુળદ ગામ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલાઈ છે. શાસકો ગામવાસીઓની સુવિધા વધારવાને બદલે સરકારની યોજનાનો લાભ લેવામાં પણ કંજૂસાઈ કરી ખરેખર સુવિધાનો અભાવ છે તેવા ગામો સાથે અન્યાય થઈ રહ્યો છે. જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે જણાવ્યું કે,જે ગામડાઓનો અલ્પ વિકાસ થયો છે એ ગામડાની ખરેખર પસંદગી કરી તેમની દરખાસ્ત સરકારમાં મોકલી વધુને વધુ ગામડાઓને સ્માર્ટ વિલેજનો લાભ મળે એવું કરવું જોઈએ તેના બદલે સુરત જિલ્લાના 6 ગામડાઓની દરખાસ્ત મોકલી આપી ખરેખર જિલ્લાના નાગરિકોને અન્યાય કરવામાં આવ્યો છે. 2017માં 17 ગામડાઓની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરાઈ હતી. તત્કાલિન સમયે ગ્રાન્ટની ફાળવણી મુદ્દે વિવાદ સર્જાયો હતો તેની પાછળનું કારણ એવું હતું કે સરકારની ગ્રાન્ટ આવ્યા વિના સ્વભંડોળની રકમમાંથી 25 લાખ ડીડીઓ દ્વારા ફાળવી દેવાતા વિવાદ થયો હતો.

સ્માર્ટ વિલેજ ગામોને આ સુવિધા મળે છે

ગામડાઓમાં પર્યાવરણની જાળવણી સહિત રોડ, રસ્તા, ગટરની સુવિધા, ગુનામુક્ત અને રોગમુક્ત કરવાનું સુચારું આયોજન, ગામમાં સંપૂર્ણ વાઈફાઈની સુવિધા સાથે લોકોની સુખાકારી અને સુવિધાઓને કેન્દ્રમાં રાખીને લોકોને પૂરતી અને સમાન તકો આપવા સ્માર્ટ વિલેજની પસંદગી કરવામાં આવે છે. સ્માર્ટ વિલેજમાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય એ માટે એનઆઈટીના સિવિલ અને એન્વાયર્લમેન્ટ દ્વારા પીએચડી અને એમફીલ સ્ટુડન્ટો ગામડામાં મોકલી બેઝલાઈન સાથે સર્વે કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો