તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના છ મહિના બાદ ગુનો નોંધવા પોલીસે તસ્દી લીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉધના દરવાજાથી મજૂરાગેટ સુધીના વિસ્તાર વચ્ચે છ મહિના પહેલાં ત્રણ મોબાઈલની ચીલઝડપ થઈ હતી. ખટોદરા પોલીસે હવે ગુનાઓ નોંધવાની તસ્દી લીધી. ખાસ કરીને ભગવાન જગન્નાથની રથયાત્રામાં 8 થી 10 મોબાઈલ ચોરી થયા હતા. જો કે તે વખતે ગુનો નોંધવા વિલંબ કેમ કર્યો તે તપાસનો વિષય છે.

ફરિયાદી રાકેશ હર્ષદ ભાવસારે કહ્યું કે મારા પુત્રનો મોબાઈલ ભગવાન જગન્નાથની રથયાત્રામાંથી ચોરી થયો હતો. તે વખતે અમે ખટોદરા પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા. જો કે પોલીસે ગુનો દાખલ કર્યો ન હતો માત્ર અરજી લીધી હતી. અરજી લીધા પછી પણ કોઈ કાર્યવાહી ન કરતા રાકેશ ભાવસારે પોલીસ કમિશનરમાં અરજી આપી ત્યારે મારી અરજી પહેલાં સલાબતપુરા પોલીસમાં ગઈ અને બાદમાં હદ ખટોદરા પોલીસની હોવાનું કહીને મામલો ખટોદરા પોલીસમાં ગયો હતો. ખટોદરા પોલીસે અરજીના કામ માટે એકવાર મને બોલાવ્યો પછી કોઈ કાર્યવાહી ન થઈ અને છેક 26મી ફેબુઆરી-18એ મને પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસે બોલાવ્યો હતો. વધુમાં રાકેશ ભાવસારે કહ્યું કે રથયાત્રા વખતે 8-10 જણાં મોબાઈલ કરી કરી ગયા હતા. જે અંગે ખટોદરા પોલીસમાં 5થી 7 સામે ફરિયાદ આપતાં પોલીસે માત્ર અરજી લીધી હતી. વધુમાં તેમણે કહ્યું કે ઉધના દરવાજાથી મજૂરાગેટ સુધીમાં ડેઈલી સાંજના સમયે 1 થી 2 મોબાઈલ ચોરી થાય છે અને પોલીસ ફરિયાદ પણ નોંધતી ન હોવાથી ચોરીનો આંકડો જાણવા મળતો નથી. અન્ય એક ફરિયાદી ગૌરવ ઈન્દરકુમાર અગ્રવાલે જણાવ્યું કે હું 27મી જૂને ઓફિસથી ઘરે જતો હતો તે વખતે મોબાઈલ પર વાત કરતા મોબાઈલ છીનવીને બે જણા ભાગી ગયા હતા. જે તે વખતે મેં અરજી આપી છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં મેં પોલીસ કમિશનરને અરજી કરી હતી. ત્યાર બાદ પોલીસે મને એવુ કહ્યું કે અમે ફોન ટ્રેસીંગમાં મૂકી ચેક કરીશું. હવે છ મહિના પછી પોલીસે આ કેસમાં ગુનો નોંધવા માટે 26મી તારીખે મારી ફરિયાદ લીધી હતી. ઉપરાંત 7મી ઓકટોબરે ઈન્દ્રવદન જોતારામ પટેલનો મોબાઈલ ચોરી થયો હતો. તેની પણ મંગળવારે ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો