તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરે મળવા આવેલા બહેનના પ્રેમીને ભાઇએ ચપ્પુ મારીને રહેંસી નાખ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતના નવાનગરમાં રહેતા અને ડિંડોલીમાં પ્રેમીકાને મળવા ગયેલા યુવકને પ્રેમીકાના ભાઈએ ઘરમાં જ રેમ્બો છરાથી રહેંસી નાખ્યો હતો. હત્યાના આરોપીને તેની માતા અને માસીયાઈ ભાઈ અને મિત્રએ મદદ કરી હતી.આરોપીઓ ઘરમાં ઘુસતા સીસી કેમેરામાં દેખાય છે.

ડિંડોલીમાં તળાવ પાસે રોયલ સ્ટાર ટાઉનશિપમાં માયા(નામ બદલેલ છે)ે તેની માતા અને ભાઈ શુભમ સાથે રહે છે. માયાને આકાશ અશોક જયસ્વાલ(23 વર્ષ, રહે. વિનોબાનગર સોસા.,નવાનગરની બાજુમાં, લિંબાયત) સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ શુભમ અને તેની માતાને પસંદ ન હતો. માયાની માતા અને ભાઈની ગેરહાજરીમાં આકાશ માયાને મળવા માટે નિયમીત જતો હતો. માયાના ભાઈ અને માતાએ પ્લાનિંગ કરી રાખ્યું હતું કે સોમવારે આકાશ આવશે તો તેને પતાવી દેવાનો. સોમવારે બપોરે માયા ઘરે એકલી હતી. બપોરે આકાશ મળવા માટે આવ્યો હતો. આકાશ આવ્યાની થોડી મિનિટોમાં શુભમ તેની માતા, માસીયાઈ ભાઈ નરેન્દ્ર પ્રકાશ સોનવણે, મિત્ર ઉત્કર્ષ રામસુખ યાદવ રેમ્બો છરો લઈને ઘરમાં ઘુસ્યા હતા. ગણતરીની મિનિટોમાં આકાશ પર હુમલો કરીને તેની હત્યા કરીને નાસી ગયા હતા. રોયલ સ્ટાર ટાઉનશિપમાંથી કોઈએ 108ને ફોન કર્યો હતો. 108 સ્થળે પહોંચી ત્યારે આકાશનું અવસાન થયું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીઓએ મરનારના શરીરે પાંચ ઘા કર્યા હતા. આરોપીઓ ઘરમાં ઘુસતા સીસી કેમેરામાં દેખાય છે. આકાશના ભાઈએ માયાના ભાઈ શુભમ પ્રકાશ દેવલે, માતા, માસીયાઈ ભાઈ નરેન્દ્ર સોનોવણે, ઉત્કર્ષ રામસુખ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ઘટના સ્થળે રેમ્બો છરો મુકી ફરાર થઇ ગયા હતા.

મૃતક યુવક આકાશ

માયાના ભાઈએ પહેલા પણ આકાશને માર માર્યો હતો
દોઢેક વર્ષ પહેલા માયાનો પરિવાર પણ આકાશ જે વિસ્તારમાં રહે છે તે વિનોબાનગરમાં રહેતો હતો. તે સમયે માયાના ભાઈ શુભમે આકાશને માર માર્યો હતો. ત્યારબાદ શુભમ વિનોબાનગરમાંથી ઘર ખાલી કરીને ડિંડોલી રહેવા ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો