તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમાર યુવકને લૉકઅપમાં પૂર્યો, સારવાર ન અપાવી ‘હત્યા’ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાંડેસરામાં ધુળેટી રમતા પાડોશીના દરવાજાને ધક્કો લાગવાના ઝગડામાં અટકાયતમાં લેવાયેલા પિતા અને બે પુત્રો પૈકીના એક પુત્રનું લૉકઅપમાં જ મોત થયું હતું. શ્વાસની બીમારીથી પીડાતા યુવકને અટકાયતમાં ન લેવા ભાઈએ આજીજી પણ કરી હતી. એટલું જ નહીં રાત્રે શ્વાસ ચઢતા સારવાર માટે લઈ જવા પણ ભાઈ અને પિતાએ પોલીસને કાકલૂદી કરી હતી. પોલીસ કર્મચારીઓએ ધ્યાન આપ્યું ન હતું . જેથી યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા યુવકનો પરિવારે સાંજ સુધી મૃતદેહ સ્વીકાર્યો ન હતો.

પાંડેસરા બાલાજી નગર ખાતે રહેતા વિમલ ત્રિભુવન પ્રસાદ યાદવ(30) મંગળવારે મિત્રો સાથે ધુળેટી રમી રહ્યો હતો. ત્યારે પાડોશી રાકેશ રાધેશ્યામના દરવાજાને વિમલનો હાથ અડતા દરવાજો ભટકાયો હતો. જેથી વિમલ અને રાધેશ્યામ વચ્ચે ઝગડો થયો હતો.રાધેશ્યામે જાણ કરતા પોલીસ દોડી આવતા વિમલ, તેના ભાઈ વિનય અને પિતા ત્રિભુવન યાદવને લઈ જઇ લૉકઅપમાં પુરી દીધા હતા. પોલીસના માર અને ડર તેમજ અન્ય આરોપીઓથી વિમલને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આખી રાત તેની તકલીફ જોઈ ભાઈ અને પિતાએ પોલીસ કર્મચારીઓ સમક્ષ તેને બહાર કાઢવા અને સારવાર માટે કાકલૂદીઓ કરી હતી. પોલીસનું હૃદય પીગળ્યુ ન હતું સવારે વિમલે લોકઅપમાં જ દમ તોડી દીધો હતો. સવારે તેને 108માં સિવિલ લઇ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

ભાઈને છોડવા કહ્યું તો રૂ.2 હજાર માંગ્યા હતા


મારા ભાઈ વિમલને બે વર્ષથી શ્વાસની તકલીફ હતી એટલે તેને અટકાયતમાં ન લેવા રજુઆત કરી હતી. રાત્રે તેને તકલીફ થવાં માંડી ત્યારે પણ છોડવા રજુઆત કરી હતી. પરંતુ એક પોલીસ કર્મચારીએ રૂ.2 હજાર આપે તો છોડવાની વાત કરી હતી. પરંતુ રૂપિયા ન હોવાથી તેણે ભાઈને છોડ્યો ન હતો. હું ઈચ્છું છું કે મને ન્યાય મળે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.


સીધી વાત
ડી.કે. પટેલ, પીઆઇ પાંડેસરા


મૃતક સામે કોઈ ગુનો નોંધ્યો હતો?

- મૃતકની કલમ 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

શ્વાસની તકલીફ બાબતે ફરીયાદ છતાં સારવાર માટે કેમ ન લઈ ગયા?

મૃતકના ભાઇએ આખી રાત આજીજી કરી પણ પાંડેસરા પોલીસે એક વાત ન સાંભળી, બેદરકારી છાવરવા નોંધ્યું ‘અકસ્માત મોત’

_photocaption_મૃતક વિમલ*photocaption*

રાધેશ્યામ વચ્ચે ઝગડો થયો હતો.રાધેશ્યામે જાણ કરતા પોલીસ દોડી આવતા વિમલ, તેના ભાઈ વિનય અને પિતા ત્રિભુવન યાદવને લઈ જઇ લૉકઅપમાં પુરી દીધા હતા. પોલીસના માર અને ડર તેમજ અન્ય આરોપીઓથી વિમલને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આખી રાત તેની તકલીફ જોઈ ભાઈ અને પિતાએ પોલીસ કર્મચારીઓ સમક્ષ તેને બહાર કાઢવા અને સારવાર માટે કાકલૂદીઓ કરી હતી. પોલીસનું હૃદય પીગળ્યુ ન હતું સવારે વિમલે લોકઅપમાં જ દમ તોડી દીધો હતો. સવારે તેને 108માં સિવિલ લઇ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.


મૃતકના ભાઈના આક્ષેપો ખોટા છે

_photocaption_મૃતકનો ભાઇ*photocaption*

- શ્વાસની તકલીફ હોવા બાબતે કોઈ વાત કરી ન હતી.

મૃતકના ભાઈએ કર્મચારીઓ સમક્ષ આજીજી કરી હતી ત્યારે રૂ.2 હજારની માંગણી કરવામાં આવી હતી?

- તમામ આક્ષેપો ખોટા છે જો તકલીફ હોવાની જાણ કરી હોત તો અટકાયત જ કરી ન હોત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો