તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોર્ટ ઈયર્ડ આઉલ સુરતમાં 15 વર્ષ પછી કેપ્ચર થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શોર્ટ ઈયર્ડ આઉલ એટલે કે નાના કાનવાળુ ઘુવડ સુરત શહેરમાં 15 વર્ષ પછી દેખાયું છે. આ પછી હજીરાના મોરા ગામમાં દેખાયું હતું. પક્ષી મોટા ભાગે સુરતની આજૂ બાજૂના ગામમાં દેખાતું નથી. આ પછી મોટા ભાગે કચ્છમાં જોવા મળે છે. ખોરાકની શોધમાં અલગ અલગ જગ્યા શહેરોમાં ફરે છે. પરંતુ મોટા ભાગે સુરત શહેરમાં આ પક્ષી આવતું નથી.

પક્ષીની ખાસિયત

વિત્તેશ દડિયા સિટી ભાસ્કરને કહે છે કે, ‘આ ઘુવડના કાન જોઈ શકાય છે. આ ઘુવડનો ડાર્ક કથ્થઈ કલરનો પટ્ટા હોય છે. નાક લાંબુ હોય છે. બાવળ પર બેસે છે. ઝાડ ઉપર બેસતુ નથી.’

ફોટોસ્પર્ધાનું આયોજન

સુરતના ફોટોગ્રાફરને પ્રોત્સાહન મળે તે માટે નેચર ક્લબ દ્વારા બર્ડ ફોટોગ્રાફ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે નેચર ક્લબનો સંપર્ક કરવો. ફોટો કોન્ટેસ્ટનું પરિણામ 2જી જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

ધર્મેશ કંથારિયા, બર્ડ એક્સપર્ટ

 આ પક્ષી સુરેન્દ્રનગર અને કચ્છમાં જોવા મળે છે. વાતાવરણમાં ફેરફાર થતાં એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. જગ્યા અનુકુળ ન આવતી હોવાથી વારંવાર અલગ જગ્યા પર રહેવા માટે જાય છે.


અન્ય સમાચારો પણ છે...