તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેનન યોનેક્સ ઇન્ડિયા ઓપન બેડમિન્ટનમાં ભારત માટે રમશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હાલમાં જ અતુલ ખાતે ઓલ ઇન્ડિયા સિનિયર ડબલ્સ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતની જોડી શેનન ક્રિશ્ચિયન (સુરત) અને રિયા ગજ્જર (બારોડા)એ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. સેમિફાઇનલમાં શેનન અને રિયાની જોડીએ નિમશી હઝારિકા (આસામ) અને શ્રુતિ મુદ્રા (મહારાષ્ટ્ર)ની જોડીને 21-16,21-16થી હરાવી હતી. ફાઇનલમાં આ જોડીએ મહિમા અગ્રવાલ (કર્ણાટક) અને કરિશ્મા વાઢકર (મહારાષ્ટ્ર)ની જોડી સામે 21-18, 18-21 અને 15-21થી હારનો સામનો કરવો પડ્યો હતો અને જોડીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. શેનન માર્ચમાં ઇન્ટરનેશનલ સ્પર્ધામાં રમશે.

રેંકર ખેલાડીઓ સામે રમવામાં વધારે મજા આવે
શેનન સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે, જ્યારે અમે ભારમાં અમારા કરતા સારી જોડી કે ખેલાડી સામે રમીએ કે પછી ઇન્ટરનેશનલ ખેલાડીઓ સામે રમીએ છે ત્યારે વધારે એગ્રેસિવલી રમીએ છે અને અમારો પરફોર્મન્સ નિખરે છે. અમે પ્રેશર ફીલ કરતા નથી કેમ કે, હાઈ રેન્ક ધરાવતા ખેલાડીઓ પર વધારે પ્રેશર હોય છે અને એ પ્રેશરના કારણે તેઓ ભૂલ કરે જેનું અમને લાભ મળે છે. ભવિષ્યમાં સારો દેખાવ કરી ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ મેળવું એવી આશા રાખું છું.

શેનનની જોડી ભારતમાં 5માં ક્રમે
ગુજરાતમાં પ્રથમ રેન્ક ધરાવનાર શેનન અને રિયાની જોડી ઓલ ઇન્ડિયામાં ડબલ્સમાં 5માં નંબર પર આવે છે. આ જોડી માર્ચમાં ન્યુ દિલ્હી ખાતે યોજાનાર યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન-2019 ઇન્ટરનેશનલ સુપર સીરીઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. શેનન આ પહેલા લખનઉ ખાયે યોજાયેલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ અને મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ સ્પર્ધામાં પણ ભાગ લઈ ચુકી છે. શેનન ફક્ત ડબલ્સમાં જ રમે છે અને દરેક ટુર્નામેન્ટમાં રિયા જ એમની પાર્ટનર હોય છે. શેનન અરવિંદ ગંગાણી પાસેથી સુરત ટેનિસ ક્લબ ખાતે તાલીમ લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો