નાનીબાઈનો માયરો, કથાની શ્યામ મંદિરથી શોભાયાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરના સોમોલાઈ બાલાજી મંડળ દ્વારા આયોજિત નાનીબાઈનો માયરો કથામાં વીઆઈપી રોડના શ્રીશ્યામ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બહેનોએ કળશ ધારણ કરી કથા સ્થળે સ્થાપના કરી હતી. કથાકાર જયા કિશોરીએ ભક્ત નરસિંહને ભગવાન શિવે આપેલા દર્શનના પ્રસંગનું રસપાન કરાવ્યું હતું.

શ્રી સોમોલાઈ બાલાજી મંડળ દ્વારા કથાકાર જયા કિશોરીનાં સાંનિધ્યમાં નાની બાઈનો માયરો કથાનું આયોજન કરાયું હતું. કથાનો પ્રારંભ કળશયાત્રા સાથે કરાયા બાદ કથાસ્થળે જયા કિશોરીએ કહ્યું કે ભક્ત નરસિંહનો જન્મ જૂનાગઢના નાગર પરિવારમાં થયો હતો. જન્મથી તો ગૂંગા અને બહેરા હતા. તેમની દાદી રોજ ભગવાનના દર્શન માટે મંદિરમાં જતી હતી. ત્યારે પ્રાર્થના કરી બાળ નરસિંહને સારો કરવા માટે પોકાર કરતી. એકવાર ભક્ત નરસિંહને લઈને દાદી ગામની બહાર શિવમંદિરમાં દર્શને ગયા. ત્યાં એક સાધુના દર્શન થતાં તેમને બાળ નરસિંહને સારો કરવા પ્રાર્થના કરી, ધ્યાનમાં બેસેલા સાધુ ધ્યાનભંગ થતાં દાદીને કહ્યું ડોકરી તારા પૌત્રને મારા ખોળામાં બેસાડ. ત્યારબાદ તેના મસ્તકે સાધુએ હાથ ફેરવતા બાળ નરસિંહ રાધે રાધે બોલ્યા. દાદી ખુશ થઈ ઘરે આવી. ત્યારબાદ બાળ નરસિંહ સતત ભજનમાં લીન રહેતા. એકવાર તેમની ભાભી સાથે ઝઘડો થતાં તેઓ ઘર છોડી ગામની બહાર શિવમંદિરમાં ગયા. ત્યાં ભગવાન શંકરે દર્શન આપી શ્રીકૃષ્ણની ભક્તિ કરવા આદેશ કર્યો. ત્યારથી ભક્ત નરસિંહ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા. કથા સમાપન બાગ ભક્તોને મહાપ્રસાદી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...