તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડાની દુકાનમાં બોગસ વેપારી બેસાડી રૂ. 1.42 કરોડની ચીટિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિંગરોડની મિલેનીયમ ટેક્સટાઈલ માર્કેટમાં ગઠિયાઓએ કાવતરૂં ઘડી ભાડેથી દુકાન શરૂ કરી તેમાં બોગસ વેપારી બેસાડ્યો હતો. વેપારીએ દલાલોના માધ્યમથી અલગ-અલગ 49 વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદી તેમજ જોબ વર્ક કરાવી રૂ.1.42 કરોડનું પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. તેમાં ભાડેથી દુકાન અપાવનાર અને દુકાન મેળવવામાં ઓળખાણ આપનારા સહિતના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ વખત આ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ શંકર દિપચંદ હાસાણી, મનીષ લાલજી વિરડિયા, શત્રુઘ્ન પરસોત્તમ બોરડ અને રમેશ( કે.ડી.ભાટિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટ મીલના માલિકે) કાવતરૂ ઘડી મિલિનીયમ માર્કેટમાં દુકાન ભાડા પર રાખી હતી. આ દુકાન શંકર હાસાણીએ શત્રુઘ્ન, મનીષ અને રમેશની ઓળખાણ દ્વારા દુકાન ભાડેથી અપાવી હતી. આ દુકાનમાં આરોપી સુરેશ અશોક ચુડાસમાને વેપારી તરીકે બેસાડ્યો હતો. દુકાનનું નામન ઝોયા ટેક્સ રાખવામાં આવ્યું હતું. આ તમામે કાપડ દલાલ મુકેશ પોપટ બલર, ભાવેશ અને પરેશના માધ્યમથી અલગ-અલગ વેપારીઓની સુરેશ સાથે મુલાકાત કરાવી હતી. વેપારી ઉપરાંત જોબવર્કનું કામ કરનારાઓ સાથે પણ સુરેશ ચુડાસમાની મુલાકાત કરાવી હતી. ફેબ્રુઆરી 2019થી સુરેશે દલાલોના માધ્યમથી શહેરના 49 વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદ્યું હતું જ્યારે કેટલાક વેપારીઓ પાસે ઉધારમાં જોબવર્ક કરાવ્યું હતું. આ તમામનું કુલ રૂ.1.42 કરોડનું બાકી પેમેન્ટ સુરેશે ચૂક્યવ્યું ન હતું. સુરેશે તેની દુકાન પર કેટલાક કર્મચારીઓ પણ રાખ્યા હતા.દિવાળી પછી 2019ના અંતમાં સુરેશ દુકાન બંધ કરીને નાસી ગયો હતો અને કાપડ દલાલ પણ કંઈ જવાબ આપતા ન હતા. 49 વેપારીઓ પૈકી અનીલ માકાણી(રહે. શિવ પેલેસ, કઠોદરા ગામ, કામરેજે) આરોપી સુરેશ ચુડાસમા, શંકર હાસાણી(રહે. જુલેલાલ સોસાયટી,રૂપાલી નહેર પાસે, ભટાર), મનીષ વિરડિયા(રહે.અમીધરા સોસાયટી,નાના વરાછા), શત્રુઘ્ન બોરડ(રહે. આશિર્વાદ રો -હાઉસ,સરથાણા જકાતનાકા), રમેશ (કે.ડી. ભાટિયા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મીલના માલિક), મુકેશ, ભાવેશ અને પરેશ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો