સર્વરની માથાકૂટ વધી, GSTR-9 ભરાતું ન હોઈ રોજ રૂ. 200 પેનલ્ટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક તરફ જીએસટી સર્વરની માથાકૂટ યથાવત છે ત્યાં, બીજી તરફ જીએસટીઆર-9 એટલે કે વાર્ષિક ફોર્મ ભરવામાં કન્સલ્ટન્ટ અને વેપારીઓને પડી રહેલી ભારે મુશ્કેલીના કારણે પેનલ્ટીનું ભારણ વધતું જ જાય છે. અનેક વેપારીઓ પર રૂ.1400 સુધીની પેનલ્ટી ચઢી ગઈ છે અને તેમાં સતત વધારા સાથે રોજ રૂ. 200ની પેનલ્ટી વધી રહી છે.

જીએસટી બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલને આવેદન આપી સર્વરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરાઇ હતી. જોકે, આ રજૂઆતનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં, હવે કન્સલ્ટન્ટ આગામી 18મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં ભેગા થઈને ધરણાં કરનાર છે. રાજ્યના તમામ 21 જીએસટી બાર એસોસિએશન લડતનું રણશિંગુ ફૂંકી ચૂક્યા છે.

વાર્ષિક ફોર્મ ભરવામાં વેપારીઓ અને કન્સલ્ટન્ટ પરેશાન

જીએસટી એસોસિએશન 18મીએ ધરણાં કરવાના મૂડમાં

જીએસટીઆર-9 પણ ભરાતું નથી

ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યા પ્રમાણે, જીએસટીઆર-9 ભરવામાં પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે તેને આઇટી ઓડિટ, ઉપરાંત જીએસટીઆર-3બી સાથે પણ સરખાવવું પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ બાબતો ટેલી જ ન થતી હોય રિટર્ન ભરાતું નથી. આ ઉપરાંત જો બધી તુલના થઈ જાય તો પણ જ્યાં સુધી પેનલ્ટીની રકમ ન ભરવામાં આવે ત્યાં સુધી સિસ્ટમ રિટર્ન સ્વીકારતું નથી.
અન્ય સમાચારો પણ છે...