અલ્ટીમેટ સકસેસ વિથ હેલ્ધી જોઈન્ટ્સ વિશે સેમિનાર યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વેકેશનમાં વિદ્યાર્થીઓ મોટીવેશન મેળવીને ભવિષ્યમાં સારામાં સારી કારકિર્દી બનાવે તે માટે શહેરની એક સંસ્થા દ્વારા એલ્ટીમેટ સકસેસ વિથ હેલ્ધી જોઈન્ટ્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 17 મેના રોજ સાંજે 8.30 વાગ્યે જે.ડી ગાબાણી લાઈબ્રેરી હોલ, હીરાબાગ વરાછા ખાતે યોજાશે. જેમાં ડો.સુરેશ સાવજ ભાગ દોડ ભરેલી જિંદગીમાં સાંધાને કેવી રીતે સારા રાખી શકાય એ વિષય પર અને અને અશોક ગુજ્જર વિદ્યાર્થીઓને હેલ્ધી રહેવાની સાથે જીવનમાં સફળ કેવી રીતે થવું તેની ટીપ્સ આપશે.

અન્ય સમાચારો પણ છે...