ડિંડોલીના નવાનગરમાંથી 2600 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

પ્રતિબંધીત પ્લાસ્ટિકનો શહેરમાં ફરી બેરોકટોક ઉપયોગ શરૂ થઈ ગયો હોય કમિશનરે પ્રતિબંધીત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરવા સુચના આપી છે. આરોગ્ય ખાતાએ લિંબાયત ઝોન વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તેમાં ડિંડોલી નવાનગર વિસ્તારમાંથી હોલ સેલ તેમજ છૂટક વેચનારી સંસ્થાઓ ચેક કરતાં 2600 કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો તથા રૂપિયા 27,300 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

પ્રતિબંધિત પ્લાસ્ટીકનાં વપરાશ કરતી સંસ્થાના રજીસ્ટ્રેશનની કામગીરી સાથે શાકભાજી માર્કેટ-ફ્રુટ માર્કેટ જેવા સ્થળોએ પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરવા ઝુંબેશ કરી અટકાયતી પગલાં લેવા તેમજ તે સ્થળે પ્લાસ્ટિક ને સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા કમિશનરે સુચના આપી હતી. અગાઉ વરાછા, કતારગામ ઝોનમાંથી પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે લિંબાયત વિસ્તારમાંથી પણ છેલ્લા બે દિવસની કાર્યવાહીમાં 2600 કિલો જથ્થો ઝડપાયો છે. પ્લાસ્ટિકનો જથ્થાનો વેસ્ટ નિકાલ કરતાં ઈજારદારને સોંપી યોગ્ય નિકાલ કરાયો હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું છે.