તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિક્યોરિટીએ મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંડેસરામાં તસ્કરોએ મોબાઈલ શોપનું શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે સામે જ આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી લાઈટ ચાલુ કરતા તસ્કરો પથ્થર મારો કરી નાસી છૂટ્યા હતા. સિક્યુરિટી ગાર્ડની સમય સુચકતાને કારણે તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. પાંડેસરા આકાશ રો હાઉસ ખાતે રહેતા રાજેશભાઈ કિશનકુમાર પટેલ પાંડેસરા તુલસી ધામ ટૅરેસ પાસે કિસાન ઓટો એન્ડ મોબાઈલ નામની દુકાન ધરાવે છે. રવિવારે મોડી રાત્રે ત્રણ અજાણ્યાઓએ તેમની દુકાનનું શટર કોઈ સાધન વડે ઉંચુ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે શટરનો અવાજ સાંભળી સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડે લાઈટ ચાલુ કરતાંની સાથે ત્રણે અજાણ્યાઓ ડરી ગયા હતા. તેમણે બસ સ્ટેન્ડ પર પત્થરમારો કર્યો હતો તેમજ નોવા કોમ્પલેક્ષના સિક્યુરી ગાર્ડ પર પણ પત્થરમારો કરી નાસી છૂટ્યા હતા. સવારે ચોરીના પ્રયાસની જાણ થતા રાજેશભાઈએ ચોરીના પ્રયાસની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...