તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાડોશીના ઘરેથી રડતી મળેલી 2 વર્ષની બાળાને ગુપ્ત ભાગે ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : સરથાણા યોગી ચોક નજીક રહેતો શ્રમજીવી પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક 2 વર્ષની પુત્રી છે. શનિવારે રાત્રે માસુમ પુત્રી પડોશીના ઘરમાં રડતી હોવાથી તેની માતા તેને ઘરે લઈ આવી હતી. દરમિયાન બાળકીએ પેટમાં અને ગુપ્તાંગના ભાગે દુ:ખાવાની ફરીયાદ કરતા તેની માતાએ તપાસ કરી હતી. જેમાં ગુપ્તાંગ પાસે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેથી માતા પાડોશીને પૂછવા ગઈ હતી જોકે પાડોશી પરિવારે ઈજા બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. બાળકીના ગુપ્તાંગ પાસે ઇજાના નિશાન જણાતાં પરિવાર બાળકીને લઈ રવિવારે રાત્રે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં બાળકીનું તબીબી પરિક્ષણ હાથ ધરાયું હતું. જોકે બાળકી સાથે દુષ્કર્મ થયો હોય તેવી કોઈ સ્પષ્ટ ઈજા ન જણાતાં બાળકીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે પણ હાલ રિપોર્ટની રાહ જોવાનું યોગ્ય માની માત્ર નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો