તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્ચ-સરવે અને વિવાદથી વિશ્વાસ સ્કીમ પર કામ નહીં થાય,વોટ્સએપ ગ્રુપમાંથી પણ કર્મચારી નિકળી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આઇટી વિભાગમાં કર્મચારી યુનિયન દ્વારા રૂટિન સિવાયની કામગીરીથી અળગા રહેવાનું એલાન કરતાં માર્ચ એન્ડિંગ અગાઉ સર્ચ, સરવે અને તાજેતરમાંજ લાગુ થયેલી વિવાદથી વિશ્વાસ સ્કીમની એકેય કામગીરીમાં જોડાશે નહીં. યુનિયનના આ એલાનથી કુબેરજી બિલ્ડર ગ્રુપ પર હાથ ધરવામાં આવેલી તપાસ કામગીરી પર પણ અસર પડી છે. જે 20 લોકર જપ્ત કરવામાં આવ્યા છે તે હાલ ઓપરેટ થશે નહીં. આ ઉપરાંત કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપમાંથી પણ નિકળી ગયા છે.

જોઇન્ટ કાઉન્સિલ ઓફ એકશન દ્વારા નક્કી કરવામાં આવેલી રણનીતિ અંગે માહિતી આપતા ઇન્કમટેક્સ એમ્પલોઇઝ ફેડરેશન એન્ડ ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએસનના સૂત્રોએ કહ્યું કે સરકાર વર્ષ 2018ના કેડર રિવ્યૂ અને રિસ્ટ્રકચિંગની કામગીરી જલદી કરે, વર્ષ 2014 બેચના એસીઆઇટીનું પ્રમોશન કરે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે, પગાર સહિતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે.

કુબેરજીના 5 લોકર ઓપરેટ કરવાના બાકી

કુબેરજી ગ્રુપ પરના દરોડા દરમિયાન કુલ 20 લોકર જપ્ત કરવામાં આવ્યા હતા જેમાંથી 15 લોકર ઓપરેટ થઈ ચૂકયા છે અને પાંચ લોકર ઓપરેટ કરવાના બાકી છે. જો કે, યુનિયન દ્વારા માત્ર રુટિન કામગીરી કરવાનું જ નક્કી કરવામાં આવતા લોકર ઓપરેટ કરવાની કામગીરી શક્ય બની શકી નથી. બિલ્ડર રાજેશ પોદ્દાર અને જે.પી. અગ્રવાલના લોકર ઓપરેટ કરવાના બાકી છે.

પેન્ડિંગ મુદ્દાને લઇ આઇટી વિભાગમાં યુનિયન રૂટિન વર્ક સિવાય કશું નહીં કરે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો