તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર સાથે સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધા ભારતને ‘પ્લાસ્ટિક-મુક્ત’ કરવાના શપથ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કુલના બાળકોને પ્લાસ્ટિકના ગેરફાયદાઓ અંગે માહિતી આપવા, 94.3 MYFMએ ‘રંગરેઝ’નું આયોજન કર્યું છે. ‘રંગરેઝ’ દ્વારા 94.3 MYFM, વિવિધ શાળાઓમાં જઈ ‘પ્લાસ્ટિક ભારત છોડો’ ના વિષય અંગે જાગરૂકતા ફેલાવવા, ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહી છે. જેમાં સ્કુલના વિદ્યાર્થીઓ ‘પ્લાસ્ટિક ભારત છોડો’ના વિષય પર ચિત્રકામ કરી, પોતાની કલાત્મકતાનું પ્રદર્શન કરે છે. આ કોમ્પિટિશનમાં ગઈકાલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં માનનીય મેયર જગદીશ પટેલ, RJ મિહિર પાઠક અને મહેશ કુંભાર મુખ્ય મહેમાન રહ્યા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કુલના નાના નાના ભૂલકાઓએ તમામ મહેમાનોનું પુષ્પોનો વરસાદ કરીને અદભુત સ્વાગત કર્યું. ગુરુકુળના વિદ્યાર્થીઓએ હ્યુમનચેન બનાવી ગુરુકુળના પ્રાંગણમાં પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા લખી બતાવ્યું હતું. મેયર શ્રીએ આ માટે વિદ્યાર્થી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ મળીને ભારતને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. મેયર શ્રીએ MYFMના આ અભિયાનને પણ બિરદાવ્યું. લગભગ 1000 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. આપણે સૌ જાણીએ જ છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક, આપણા સ્વાસ્થ્ય, દરિયાઈ જીવો તથા પૃથ્વી માટે કેટલું જોખમકારક છે અને લોકોમાં વધુ ને વધુ એ અંગે જાગૃતિ આવે એ આશયથી 94.3 MYFM લાવ્યા છે રંગરેઝ સિઝન - 6. રંગરેઝ સિઝન - 6માં સહભાગી થવા બદલ અમે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ડૉ. અલ્પાસ ઈકો મેડિસિન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ટોપર - ધ એજ્યુકેશન એપ, હલ્દીરામ, લાન્સર્સ આર્મી સ્કુલ, એક્ષપ્લોર, એન્ટરટેઇન્મેન્ટ સ્ટોર, ટાટા મોટર્સ, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો, સાંઈ શૂઝ, સુંદરમ, અને યંગ ભાસ્કરના આભારી છે. જો તમે પણ ઇચ્છતા હોવ કે રંગરેઝ સિઝન - 6નું આયોજન તમારી શાળામાં પણ થાય, તો સ્કુલનું નામ સ્પેસ RR6 લખી 7818-943-943 પર મોકલી આપો અને સાંભળતા રહો 94.3 MYFM - જિયો દિલ સે.

અન્ય સમાચારો પણ છે...