તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારી મીન સંક્રાંતિ ધાન્યના ભાવ વધારે, આ મહિનામાં રોગચાળો વકરે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આજે શનિવારે થયેલા સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે મીન સંક્રાંતિનો પ્રારંભ દેશમાં અનાજના ભાવ વધારશે. તેની સાથે મંગળવારે અમાસની પૂર્ણાહુતિ દેશમાં ઉત્પાત વધે તેવી શક્યતા છે. સાથે સોનાના ભાવોમાં ઉછાળો આવ્યા બાદ ફરી નીચે જવાની શક્યતા રહેશે.

આજે ફાગણ વદ છઠ અને શનિવારના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે મીન સંક્રાંતિનો પ્રારંભ થશે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે શનિવાર સૂર્યપુુત્ર શનિના દિવસે સૂર્યનો મીનમાં પ્રવેશ વડિલ વર્ગ અને યુવા વિચારો વચ્ચે ટકરાવનો સમય છે. આ દરમિયાન બુધ માર્ગી થયો હોવાથી આખરે તેની ફળશ્રુતિ તો સારી જ રહેશે. પ્રજા માટે શરૂઆતના થોડા દિવસ કષ્ટના રહેશે. રોગચાળો વકરવાની શક્યતા. મંગળવારે અમાસ હોવાથી અનાજના ભાવો વધે તેવી શક્યતા.

ઘોડા જેવા ચૌપગા પશુઓ માટે થોડો સમય કષ્ટ આપનારો રહેશે. શેરબજારમાં પણ ભાવોમાં અસામાન્ય ઉતર-ચઢ ચાલુ રહેશે. ગોળ, સરસીયા, કપૂર, ચંદન અને તેલ જેવા પદાર્થોના ભાવ ઘટતાં જોવા મળશે. સોનુ, કપડા અને લાકડાની વસ્તુઓના ભાવ વધતાં જોવા મળશે. સોનાના ભાવોમાં શરૂઆતની મંદી બાદ ઉછાળો અને ફરી મંદી જોવા મળશે. રવિવાર બાદ સોનાના ભાવમાં વધારો જોવા મળે.25મીએ રેવતી નક્ષત્રમાં ચૈત્ર માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે બુધવાર અને બ્રહ્મયોગ છે, જેવા કારણે ચોમાસામાં વરસાદ સારો રહેશે.

રાશિ પ્રમાણે મીન સંક્રાંતિનું ફળ


{મેષ: બારમાં સૂર્યમાં બાકી કામ પૂર્ણ થાય, ખર્ચ વધેે, પ્રેમમાં નિરાશા

{વૃષભ: અગિયારમો સૂર્ય લાભસ્થાનમાં સારા સમાચાર મળે, આવક વધે, શિક્ષામાં સફળતા

{મિથુન: દસમો કાર્યક્ષેત્રે સફળતા, પ્રભાવ વધેે, આવકમાં વૃદ્ધિ, પ્રમોશન મળેે, વિરોધી શાંત થાય

{કર્ક: નવમા ભાવમાં કારોબાર વધારે ધાર્મિક કાર્ય કે યાત્રાના યોગ, આ સમયમાં સારા સમાચાર મળે

{સિંહ: આઠમા ભાવમાં મિશ્રફળ આપે, પરેશાની વધે, આધ્યાત્મિક બનાવે, વિરોધીઓથી સાચવવું

{કન્યા: સાતમાં ભાવમાં વિશેષ ફળદાયી, પ્રગતિ થાય, વેપારમાં લાભ, દાંપત્યજીવનમાં સાચવવું

{તુલા: છઠ્ઠા ભાવમાં ખર્ચ વધારે, કોર્ટ કચેરીમાં સફળતા, સરકારી કાર્યમાં ફાયદો, દેવું ચુકવાશે,

{વૃશ્ચિક: પાંચમાં ભાવમાં નોકરી બદલવા ઉત્તમ, કાર્યમાં સફળતા, વેપારમાં લાભ, સંતાનની પ્રગતિ.

{ધન: ચોથા ભાવમાં કાર્યમાં સફળતા, પારિવારીક સંબંધોમાં પરેશાની, સન્માન મળે.

{મકર: ત્રીજા ભાવમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી, માતા-પિતાનું સ્વાસ્થ્ય સંભાળવું, માન મળે.

{કુંભ: બીજા ભાવમાં સંયમ રાખી કાર્ય કરવું, સ્વાસ્થ્યમાં કાળજી રાખવી, બચાવેલું ધન કામ લાગે, રાજનીતીમાં લાભ

{મીન: લગ્નમાં હોવાથી કાર્યબોજ રહે, સ્વાસ્થ્યમાં કાળજી રાખવી, ભાગીદારીમાં સાચવવું.

સૂર્યના મીનમાં પ્રવેશ અને મંગળવારી અમાસ દેશમાં ઉત્પાત વધવાની શક્યતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો