તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરંતર સતગુરુ ચાહે છે કે, દરેક ભક્તનું જીવન ઝળહળે ઃ ઓમકારસિંહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા વર્ષનાં પ્રથમ રવિવારે પાંડેસરા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં સાપ્તાહિક સત્સંગ યોજાયો હતો. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી ઓમકારસિંહે સતગુરૂ સુદીક્ષાજીનો સંદેશ પાઠવ્યો હતો. સમારોહમાં ઉપસ્થિત ભક્તોએ નવા વર્ષમાં પ્રીત અને નમ્રતાના ગુણો કેળવવાનો સંકલ્પ કર્યો હતો.

નિરંકારી ભક્તો દ્વારા રવિવારે પાંડેસરામાં નવા વર્ષનો સત્સંગ યોજાયો હતો. આ પ્રસંગે નિરંકારી મૌલીનભાઈએ કહ્યું કે, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઓમકારસિંહે સુદીક્ષા માતાજીનો સંદેશ ભક્તોને કહ્યું કે માતાજી ચાહે છે કે નવા વર્ષમાં પ્રત્યેક ભક્ત પોતાના જીવનમાં દૈવીય ગુણોને અપનાવી રોશન મિનાર બની બીજાઓનો માર્ગ પણ રોશન કરે. હાલમાં સતગુરુ માતાજી કેરળમાં નિરંકારી મિશનનો સંદેશ આપવા હેતુ યાત્રા પર છે. કેરળમાં સતગુરુ માતાજીએ વિશ્વભરમાં ફેલાયેલ ભક્તોને નવીન વર્ષ સંદેશ આપતાં કહ્યું કે, જેવી રીતે માતા સવિંદર હરદેવજી ઇચ્છતા હતા કે મિશનનો પ્રત્યેક અનુયાયી બ્રહ્મજ્ઞાનનાં આ પ્રકાશને સંસારનાં ખૂણે-ખૂણામાં ફેલાવવા માટે રોશન મિનાર બનાવાની શીખ આપી રહ્યા છે. માતાજીએ સંસારનાં પ્રત્યેક માનવને નવીન વર્ષની શુભકામનાઓ આપીને સર્વ માટે નવીન વર્ષમાં ખુશહાલી ની કામના કરીને પ્રીત, નમ્રતા અને સહનશીલતાના ગુણો અપનાવવાનો સંદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...