સરથાણા પોલીસ મથકના PI, PSI સહિત 4 સસ્પેન્ડ
સરથાણામાં આઠ લાખનો ટેક્સ બચાવવા માટે લકઝરી બસ ચેસીસ નંબર બદલી નાંખવાની સાથે બસની નંબર પ્લેટ પણ બદલી નાંખી હતી. જેની ફરિયાદ સરથાણા પોલીસને મળતાં તેણે બસ સામે ગુનો દાખલ કરવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ થયો હતો. તે બાબતની હાલ તપાસ ચાલી રહી છે. તેવામાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ કમિશનર સતીષ શર્માએ લાલ આંખ કરીને સરથાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન. ડી. ચૌધરી, પી.એસ.આઇ. એચ. એમ. ગોહેલ, કોન્સ્ટેબલ ગોપાલ ભરવાડ અને એલ.આર. રઘુભાઇને તાકીદે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.