તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાબતપુરા પોલીસે જુગાર કેસમાં માર મારી લૂંટ ચલાવ્યાનો આધેડનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્દરપુરાના આધેડને પોલીસે માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મિત્ર સાથે ચા પીવા જતા હતા ત્યારે સલાબતપુરા પોલીસે જુગારનો ખોટો કેસ કરી માર માર્યો હોવાનો તેમ જ પોલીસના રિક્ષા-ડ્રાઇવરે ખિસ્સામાંથી 10 હજાર રૂપિયા કાઢી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ઈન્દરપુરા ગધેવાન ખાતે રહેતા આસિફ પીર મોહંમદ ઈંટવાલા (52) ઈંટ-રેતીનો કાર્ટિંગનો ધંધો કરે છે. શુક્રવારે રાત્રે તેઓ ઘર નજીક રહેતા મિત્ર ઈરફાન સાથે તેની રિક્ષામાં ચા પીવા નીકળ્યા હતા. રસ્તામાં ઈરફાને રૂસ્તમપુરા પ્રકાશ બેકરી પાસે રિક્ષા ઊભી રાખી વરલી-મટકાનો આંકડો લખાવતો હતો. દરમ્યાન સલાબતપુરા પોલીસ મથકના ડી સ્ટાફ માં ફરજ બજાવતા અશોક નામના પોલીસ કર્મચારીએ ઇરફાનની સાથે આસિફને પણ પકડી લીધો હતો. ત્યાર બાદ ડી સ્ટાફ ની ઓફિસમાં લઈ જઈ માર માર્યો હતો અને બીજા દિવસે બંનેને જામીન પર મુક્ત કર્યો હતો. પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા બાદ મારને કારણે થાપાના ભાગે દુખાવો થતાં અાસિફને સિવિલમાં ખસેડાયો હતો.

રિક્ષા-ડ્રાઈવરે ખિસ્સામાંથી 10 હજાર કાઢી લીધા
આસિફે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, હું રિક્ષામાં પાછળ બેઠો હતો. હું આંકડો રમતો નથી છતાં મને ખોટા કેસમાં ફસાવી દીધો. પોલીસે મારા ખિસ્સામાંથી 38,650 કબજે કરી કેસમાં બતાવ્યા હતા. જ્યારે ડ્રાઇવર યુનુસે મારા પેન્ટના ખિસ્સામાંથી રૂ.10 હજાર કાઢી લીધા હતા. જે તેણે પોતે રાખી લીધા હતા અને મને ડી સ્ટાફની ઓફિસમાં જ માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો