તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગા ભાઈએ બોગસ ડોક્યુમેન્ટ-વીલથી બે બહેનોની વડીલોપાર્જિત જમીન પચાવી પાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીલમાં તારીખ પ્રમાણે વાર અને તિથિ ખોટી લખી ઉપરાંત સ્ટેમ્પ પેપરમાં બન્ને બહેનોની બોગસ સહીઓ કરી નોટરીના સહી-સિક્કા કરાવી કરોડોની જમીન સગા ભાઈએ તેના સાગરીતો સાથે મળી પચાવી પાડી હતી. આ અંગે પાંડેસરા પોલીસે વકીલ સહિત ચાર જણા સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે. વડોદ અને બમરોલીમાં વડીલોપાર્જિત જમીનમાં પારસી મહિલા ગુલ કેરશી કિલ્લાવાળા અને શહેરનાઝ તેમ જ ભાઈ રૂસ્તમ કેરશી કિલ્લાવાળા વારસદારો હતાં. વડોદની જમીનમાં મહિલાના ભાઈ રૂસ્તમે વેચાણ કરવા માટે બન્ને બહેનો પાસેથી હક્ક-હિસ્સો છોડવાની શરતે 1.77 કરોડ આપવાનું નક્કી થયું હતું. જેના માટે ભાઈ રૂસ્તમે બન્ને બહેનો પાસેથી કાચું લખાણ કરાવી લીધું હતું. જેમાં સાક્ષી તરીકે પ્રફુલ્લ પરમારે સહી કરી હતી. જ્યારે સાત-બારની નકલ કઢાવતાં તેમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બન્ને બહેનોએ હક્ક છોડી દીધા હોવાનું લખાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બન્ને બહેનોએ સ્ટેમ્પ પેપર પર સહી કરી ન હતી. સ્ટેમ્પ પેપર પર હક્ક છોડી દીધાના કરારમાં નોટરીના સહી-સિક્કા એડવોકેટ હરીશ આર. પટેલનાં હતાં. આ ઉપરાંત ફરિયાદી મહિલાના ભાઈ રૂસ્તમે પલસાણા લીંગડની જમીનમાં માતાનું ખોટું વીલ બનાવી પોતાનું નામ દાખલ કર્યું હતું. જેમાં સાક્ષી તરીકે પ્રફુલ્લ પરમાર અને તેની પત્ની દિવ્યા પરમારનાં નામ હતાં. વીલમાં નોટરીનાં સહી-સિક્કા એડવોકેટ હરીશ પટેલનાં હતાં. વીલ 3-4-2016ના દિવસે બન્યું હતું. જેમાં તારીખ પ્રમાણે રવિવાર આવતો હતો. જોકે. વીલમાં મંગળવાર લખ્યું હતું. એવી જ રીતે ત્રીજી તારીખે તિથિ ફાગણ વદ આવતી હતી. તેને બદલે વીલમાં ચૈત્ર વદ લખ્યું હતું. પાંડેસરા પોલીસે મહિલાની ફરિયાદ લઈને રૂસ્તમ કેરશી કિલ્લાવાળા (રહે. બમરોલી ગામ) તથા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પ્રફુલ્લ પરમાર, પત્ની દિવ્યાબેન પરમાર(બન્ને રહે. ભટાર રોડ), એડવોકેટ હરીશ આર. પટેલની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જે પૈકી પોલીસે પારસી મહિલાના ભાઈ રૂસ્તમ કેરશી કિલ્લાવાળા અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પ્રફુલ્લ ભગવાન પરમારની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...