તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ.યોગતિલકસૂરિનો યુવાનો સાથે એસ-3નો સંવાદ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર્ય જિનચંદ્રસૂરિ મહારાજની નિશ્રામાં રવિવારે આચાર્ય યોગતિલકસૂરિનો યુવાનો સાથે સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે સૃષ્ટિની સર્વોચ્ચ સફળતા એટલે એસ-થ્રીના નામથી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે યુવાનોની અનુભૂતિ વર્ણવવા કહ્યું હતું. તેમાં આજની પેઢીના પ્રશ્નોને તેમણે સરળ ભાષામાં સમજાવતા કહ્યું કે કોઈપણ વસ્તુનો અતિરેક માનવીને ડીપ્રેશનમાં લઈ જાય છે. આજની પેઢીને પણ સાચો પથ દર્શાવશો તો પરિવાર અને સમાજને ઉત્તમ પરિણામ મળશે. દરેક વસ્તુનું સાચુ સમાધાન શોધવા પ્રયત્ન કરતા રહેશો તો સફળ થશો. પાલના શ્રી શાંતિવર્ધક જૈન સંઘના આ નવમાં પરિસંવાદમાં સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આચાર્ય ભગવંતે જિનશાસન યોગનો ઋણ સ્વીકાહકર્યો હતો

અન્ય સમાચારો પણ છે...