ભૂલકા ભવન સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓને હળાહળ અન્યાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભૂલકા ભવન સ્કૂલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને હજી પણ અધર એક્ટિવિટીથી વંચિત રાખતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દોડી રહ્યા છે.સૂત્રો કહે છે કે,તપાસ રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારી પાસે પહોંચી ગયો છે. હવે માત્ર સ્કૂલ સામે કાર્યવાહી જ કરવાની છે. જો કે વાલીઓએ બીજી વખત કલેક્ટરને ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...