તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીના નામે રૂ. 50 લાખની ખંડણી માગવા વતન બોટાદથી બે મિત્રોને સુરત બોલાવ્યા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામના હીરા વેપારીને 8મીએ સવારે પુત્રના અપહરણની ધમકી આપી તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગવાના ગુનામાં વધુ બે યુવાનોની ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. ખંડણી માગવાનું કાવતરું ત્રણ દિવસ પૂર્વે ઘડાયું હતું. જેમાં નાણાં આવશે જ તેમ માની સૂત્રધાર સાવન ગઢિયાએ નાણાં લેવા માટે તેના બે મિત્રોને વતનમાંથી સુરત બોલાવી લીધા હતા.

કતારગામ વિસ્તારમાં હીરાનું કરાખાનું ધરાવતા તળશીભાઈ કોશિયાએ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપી મુંબઈથી રાણાનો માણસ બોલું છું. પાર્ટી ફંડ માટે રૂ. 50 લાખ મંગાવ્યા છે. તે આપવા પડશે તેવી ધમકી આપી હતી. આ ગુનામાં પોલીસે સાવન પંકજ ગઢિયા (ઉ.વ.23, રહે. બી.કે.નગર, સિંગણપોર, ડભોલી રોડ, મૂળ. ગઢડા, બોટાદ)ની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે, સાવન સાથે અન્ય બે યુવાનો મહેશ ગણેશ અણઘણ (ઉ.વ.38, રહે.ઉગામેડી ગામ, તા. ગઢડા, જિ. બોટાદ) અને ગુલાબ ઘનશ્યામ જમોડ (ઉ.વ.25, રહે. નાના સખપર ગામ, તા. ગઢડા, જિ. બોટાદ)ની સંડોવણી છે. જેથી પોલીસે આ બન્નેને પકડી પાડ્યા હતા.

તપાસનીશ અધિકારી ક્રાઇમ બ્રાંચના પોસઈ સી.એચ. પનારાએ કહ્યું કે, આ ત્રણેયે બનાવના ત્રણ દિવસ પૂર્વે સાથે મળી ગુનો કરવાનું કાવતરું રચ્યું હતું. જેમાં નાણાં લેવા જવાનો વખત આવે ત્યારે આ બન્નેએ રૂ. 50 લાખ લેવા જવાનું તેવું નક્કી કર્યું હતું. નાણાં સ્વીકારવાનો વખત આવી ચૂક્યો હોવાનું માની સાવને બન્નેને વતનમાંથી સુરત બોલાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...