તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ. 10 હજારની લેતીદેતીમાં ફાઇનાન્સરનો 9 સાગરીતો સાથે બે યુવાનો પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ રૂ. 10 હજારની લેતીદેતીમાં ફાઇનાન્સરે તેના 9 સાગરીતો સાથે મળી બે યુવાનોને ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક નજીક ગુરુવારે રાત્રે ઢોરમાર માર્યો હોવાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઈ છે. જેમાં પોલીસે એકની ધરપકડ કરી છે.

અડાજણના પારસીવાડ સૂર્યોદય એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ ઘનશ્યામ રાજપૂત (ઉ.વ.31)એ દોઢ વર્ષ પહેલાં તેમની પલ્સર બાઇક રૂ. 25 હજારમાં ગીરવે મૂકી હતી. જેમાંથી રૂ. 15 હજાર આપ્યા હતા જ્યારે રૂ. 10 હજાર બાકી હતા. જે નાણાંની લેતીદેતી મામલે રાહુલ અને સત્યજીત વચ્ચે મનદુ:ખ ચાલતું હતું જેની અદાવત રાખી સત્યજીતે ગુરુવારે નવ જેટલા સાગરીતો સાથે ઘાતક હથિયારો લઈને કાર અને બાઇક પર ઘોડદોડ રોડ જાગર્સ પાર્ક પાસે રંગીલા વડાંપાંઉ પાસે રાહુલને પકડી ઢોરમાર મારી તેના જમણા પગના ઘૂંટણથી નીચેના ભાગે અને પેટ, થાપાના ભાગે જ્યારે રાહુલના મિત્ર જય જશવંત પટેલને જમણા પગ અને પીઠના ભાગે ઘા મારી લોહીલુહાણ કરી ભાગી ગયા હતા. ઉમરાના પોઈ કુલદીપ ગઢવી અને તેમની ટીમે આરોપી ધનરાજ વેણીલાલ કહારની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અન્યોની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...