તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂ. 1.65 કરોડ પડાવી લેનાર મુંબઈની મહિલાની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | મુંબઈ-લંડનના ગઠિયાઓએ સુરતના બિલ્ડરોને 200 કરોડ રૂપિયાથી વધુનું ફંડ આપવાની લાલચ આપીને તેમની પાસેથી એડવાન્સ પેટે 1.65 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ ગુનામાં 7 મહિના પછી સરથાણા પોલીસ સ્ટેશને મુંબઈની આધેડ મહિલાની ધરપકડ કરી છે.

સાત માસ બાદ પોલીસ હરકતમાં આવી
પુણા યોગીચોક સ્થિત સર્જન હાઇટમાં રહેતા હસમુખ હરિભાઈ કોરાટ વ્યવસાયે બિલ્ડર છે. 2017માં જમીનદલાલ અલ્પેશ પોપટ પટેલ અને ઉમેશ અરવિંદ ભગતે હસમુખ કોરાટની મુલાકાત શિલ્પી અમરિતલાલ ખેમાણી સાથે કરાવી હતી. શિલ્પી ખેમાણી ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લિ.ની ડાયરેક્ટર છે અને 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઇનાન્સનું કામ કરે છે. શિલ્પીએ હસમુખ અને તેમના મિત્ર ઘનશ્યામ રામાણીને જણાવ્યું કે, તેમનો ભાગીદાર દિવાંશુ ત્રિભુવનલાલ વૈષ્ણવ પાસે લંડનમાં તેના એકાઉન્ટમાં 55 કરોડ યુએસ ડોલર (આશરે 3800 કરોડ રૂપિયા)ની સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ પડેલી છે. તમે નવી કંપની ઊભી કરો એટલે તેમાંથી વાર્ષિક સામાન્ય વ્યાજે ફંડ આપવામાં આવશે. હસમુખ અને તેમના મિત્રોએ મળીને 200 કરોડ રૂપિયાથી વધુની જરૂરત હોવાનું શિલ્પીને કહ્યું હતું. શિલ્પી અને તેના સાગરીતે ફંડની સામે એડવાન્સપેટે આરટીજીએસથી કુલ 1.65 કરોડ મેળવી લીધા હતા. ત્યારબાદ શિલ્પી કે દિવ્યાંશુએ હસમુખ કોરાટને રૂપિયા આપ્યા ન હતા. હસમુખ કોરાટે શિલ્પી અને દિવ્યાંશુ વિરુદ્ધ સરથાણા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિલ્પી અમૃતલાલ ખેમાણી (53 વર્ષ,રહે. લીલા કોટેજ બિલ્ડિંગ, શાંતાક્રૂઝ વેસ્ટ, મુંબઈ)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો