તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATMમાંથી રૂપિયા નીકળ્યા નહીં છતાં રૂ. 68 હજાર કોઈ ઠગે ઉપાડી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવધ ગામમાં રહેતા અને ટ્રાંસપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો યુવક એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો હતો. તે સમયે ત્રણેક વખત પ્રયાસ કર્યો પરંતુ રૂપિયા ઉપડ્યા ન હતા અને ત્યારે જ મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી 68 હજાર રૂપિયા ઉપડી ગયા છે. તેઓએ પહેલા બેંકમાં રજૂઆત કરી તો બેંક મેનેજર કહ્યું કે, 72 કલાકમાં રૂપિયા આવી જશે પરંતુ રૂપિયા આવ્યા ન હતા.

દેવધગામમાં આનંદી હાઇટમાં રહેતા દર્શન ભોમીરામ ગેલ ટ્રાંસપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલ છે. ઓક્ટોબર 2018માં તેઓ પટણા પાટિયા પાસે આઈસીઆઈસીઆઇ બેંકની બહાર એટીએમ 20 હજાર રૂપિયા ઉપાડવા ગયા હતા. તેઓએ ત્રણેક વખત પ્રયાસ કર્યો હતો. ત્યારે એટીએમમાં જ એવો મેસેજ આવ્યો કે હમ અસમર્થ હૈ. ચોથીવારમાં 8 હજાર રૂપિયા ઉપાડવા પ્રયાસ કર્યો. રૂપિયા તો ઉપડ્યા ન હતા પરંતુ તેમના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો કે 68 હજાર રૂપિયા એટીએમથી ઊડી ગયા છે. દર્શન બેલે બેંકમાં મેનેજર પાર્થિકને આ બાબતની જાણ કરતાં તેઓએ કહ્યું કે, 72 કલાકમાં રૂપિયા પરત મળી જશે. પરંતુ રૂપિયા પરત મળ્યા ન હતા. ત્યાર બાદ પટણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજી કરવાના 6 મહિના બાદ પટણા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...