તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈઓસીના સીએસઆર ફાળામાંથી 505 દિવ્યાંગોને રૂ. 55 લાખનાં સાધનો અપાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

રાજ્યના ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ના સમાજ હિત માટેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબીલીટી (સીએસઆર)ના ફંડ હેઠળ કેન્દ્રની કાનપુર ખાતેની એલ્મીકો સંસ્થા દ્વારા કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે દિવ્યાંગજનો માટેના સહાયક ઉપકરણોનાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કુલ 505 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 55 લાખના વિવિધ સાધનો અપાયા હતા. કાર્યક્રમમાં આઈઓસીના અધિકારી અનિલ કુકરેજા, આઈઓસીના લેફ્ટનન કર્નલ નેગી, કાનપુરની એલ્મીકો ના માર્કેટીંગ એક્ઝિક્યુટીવ શશાંક પાંડે, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી જે.એમ.ઠાકોર, સમાજ સુરક્ષા અધિકારી આઈ.બી.પટેલ તથા સમાસંભના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જગદીશ પટેલ, પૂર્વ સાંસ્કૃતિક સમિતિ ચેરમેન રૂપલ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

સહાય વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો જોડાયા હતા.

દિવ્યાંગોને લાભ થાય છે
વાળીનાથ ચોકની વિહાર સોસાયટી ખાતે રહેતાં પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાલાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સ્ટીક (સ્માર્ટ કેન) અદ્ધભુત છે. 3થી 5 મીટરના દાયરામાં અને ઘુંટણથી ઉપર સુધીના સામે આવતાં અવરોધોને આ સ્ટીક સેન્સરથી જાણી લઈ વાઈબ્રેટ કરી ને ઉપયોગ કરનારાને જાણ કરી દે છે. સમાજમાં આવા કાર્યક્રમો થકી દિવ્યાંગોને ઘણો લાભ થઈ રહ્યો છે.

કયાં સાધનો અપાયાં
મોટોરાઈઝ ટ્રાયસીકલ 25 નંગ સ્માર્ટ ફોન 104 નંગ ડેઝી પ્લેયર 75 નંગ સ્માર્ટ કેન, ટ્રાઈસિકલ, વ્હીલચેર, હિયરીંગ એઈડ, એમ.આર.કીટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો