તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈના ઠગોએ સુરતના વેપારીને રૂપિયા 4.43 કરોડમાં નવડાવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈના પિતા-પુત્ર-પુત્રવધુએ સુરતના વ્યાપારીઓ પાસેથી ઉધારમાં 4.43 કરોડ રૂપિયાનો માલ ખરીદીને રૂપિયા ચુકવ્યા નહીં ચુકવતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

પીપલોદમાં મિહિર એન્કલેવમાં રહેતા પ્રતીક સારડાની રિંગરોડ ટ્રેડ સેન્ટરમાં પ્રતીક ક્રિએશન એજન્સી છે. ડિસેમ્બર 2016માં તેમની ઓફિસે શાંતીલાલ પુખરાજ રાઠોડ, તેનો દિકરો વિકાસ અને વિકાસની પત્ની પુજા (બંને રહે. સીલ્વર નેસ્ટ,એપાર્ટમેન્ટ, નવી મુંબઈ) આવ્યા હતા. તેઓએ પ્રતીકને કહ્યું કે તેઓ મુંબઈમાં બેલા સારીજ, બેલા સારી એન.એક્ષ અને શ્રી ગજાનન સારીના નામે વ્યાપાર કરીએ છે. પ્રતીકને તેમના પર વિશ્વાસ થતા પ્રતીકે પોતે 4.83 કરોડનો માલ ત્રણેયને ઉધારમાં વેચી હતી. તેઓએ 1.61 કરોડનું પેમેન્ટ કર્યું હતું. 3.22 કરોડ રૂપિયા ચુકવ્યા નહતા. પ્રતીકે અલગ-અલગ 22 વ્યાપારીઓ પાસેથી આરોપીઓને 1.33 કરોડનો માલ અપાવ્યો હતો. પિતા-પુત્ર-પુત્રવધુએ તે રૂપિયા પણ ન ચુકવી પ્રતીક સાથે 4.43 કરોડ કરોડની છેતરપિંડી કરી હતી. પ્રતીકે ત્રણેય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય અન્ય બે મામલે યોગીચોક ખાતે રહેતા દિલીપ બેચર તારવરા પાસે આરોપી સચીન ખુરાના અને ઝાહિદ અને પાંડેજીએ દિલીપ પાસે કાપડ પર એમ્બ્રોયડરી જોબ વર્ક કરાવ્યાં બાદ 46.72 લાખ રૂપિયા તેઓએ ચુકવ્યા ન હતી. અડાજણમાં રહેતા રશીદ રજાક ગગન પાસેથી આરોપી શેખ અજફર ઉર્ફ ટોટન અને મકબુલ 10.75 લાખની સાડિઓ સ્ટોન લગાવવા લઈ ગયા બાદ પરત કરી નહતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો