તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછા પોલીસે જપ્ત કરેલાં વાહનોથી રોડનું કામ અટક્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત : વરાછા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં કબજે લેવાયેલા વાહનો રસ્તા ઉપર જ દબાણ ઊભું કરી રહ્યાં છે. વાહનોનાં જમાવડાના લીધે મેઇન રોડ ઉપર જ ગંદકીની સાથે ન્યૂસન્સ થઇ રહ્યું છે ત્યારે હવે આ અડિંગાના લીધે પાલિકાની ફૂટપાથ તેમજ રોડ મરામત કામગીરી પણ ઘોંચમાં પડી છે. પોલીસ સ્ટેશનની બાજુમાં અને વેર હાઉસની સામે વાળા રોડ ઉપર પડ્યા પાથર્યાં રહેલાં વાહનો હટાવવા પાલિકા અને ખુદ નગર સેવકને રજૂઆત કરવી પડી હતી. કોર્પોરેટર કાંતિ ભંડેરીએ પોલીસ કમિશનર રાજેન્દ્ર ભટ્ટને લેખિતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વરાછા અને કાપોદ્રા પોલીસ દ્વાર જપ્ત કરવામાં આવતાં વાહનો રસ્તા ઉપર જ આમ-તેમ પાર્ક કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય સફાઇ થઇ શકતી ન હોવાથી એંઠવાડ થાય છે. ચોમાસામાં દરમ્યાન ગંદકી અને પાણી ભરાય રહેતાં હોવાથી મચ્છરો ઉત્પન્ન થાય છે. રસ્તા ઉપર દબાણ હોવાથી ટ્રાફિકને પણ અડચણ રૂપ સાબિત થઇ રહ્યાં છે. વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં વેર હાઉસના આગળના ભાગે આ વાહનોનાં જમાવડાના લીધે ફૂટપાથ બનાવવાની સાથે રોડનાં રિ-કાર્પેટનું કામ પણ ઘણા સમયથી અટવાઈ પડ્યું છે.

આ અંગે કોર્પોરેટરે પોલીસ કમિશનરને તાકીદે વાહનો હટાવવા તેમજ મોજે ગામ મગોબના એફપી નં-39 બ્લોક નં-114 અને 115 તથા 118 પૈકીની સરકાર હસ્તકની વિશાળ ખુલ્લી જમીન રાજ્ય સરકાર પાસેથી મેળવીને આ બંને પોલીસ મથકોના ડિટેઇન કરેલા વાહનો ત્યાં રાખવા અરજ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો