સુરત માટે પ્રેમ જાગૃત કરવા રોડ શો, રસ્તાઓ બંધ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : તા. 14 ફેબ્રુઅારીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ દ્વારા સુરત રોડ શોનું આયોજન કરાયું છે. તેનો હેતુ સુરત શહેરની જનતા સુરત શહેરને પ્રેમ કરે તેવી જાગૃતતા માટેનો છે. 14 મી તારીખે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન આ કાર્યક્રમ બીગ બજારથી રાહુલરાજ મોલ ચાર રસ્તા થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પાછળના ગેટ નંબર-2 સુધીના માર્ગ પર યોજાવાનો છે.આ કાર્યક્રમમાં નાટકો, બાળકોનો ડાન્સ,સાંસ્કૃતિક પ્રોગ્રામ,લાઇવ બેન્ડ,શારીરિક કસરત અને જુડો-કરાટેના કાર્યક્રમ થશે.જેથી જાહેર જનતાને અવર-જવરમાં અડચણ ન થાય તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે બીગ બજારથી રાહુલરાજ મોલ ચાર રસ્તા થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પાછળના ગેટ નંબર-2 સુધીનો મુખ્ય માર્ગ 14 મી તારીખે સવારે 6 થી 10 વાગ્યા સુધી વાહનોના અવર-જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ રાખ્યો છે. આ સમય દરમિયાન જાહેર જનતા બિગ બજાર પાસેની ગલીમાં થઈને એસ.ડી.જૈન સ્કુલ થઈ ઉઘના-મગદલ્લા મુખ્ય માર્ગ પર થઈને વાય જંક્શન તરફના રોડ પર જઈ શકાશે. અનિવાર્ય સંજોગોમાં પોલીસના વાહનો,એસએમસીના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનોને અવર-જવર માટે છૂટ છે.
અન્ય સમાચારો પણ છે...