તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઋષિતા અને દિયા ગણતંત્ર પરેડમાં જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જે.બી.ધારુંકાવાળા મહિલા આર્ટસ કોલેજ તથા ઓલપાડ કોમર્સ કોલેજ અને 6(છ) ગુજરાત ગર્લ્સ બટાલિયન સુરતની 2 ગર્લ્સ કેડેટની રિપબ્લિક ડે પરેડ માટે ઓલ ગુજરાતની 102 કેડેટમાં પસંદગી કરવામાં આવી છે. કેડેટ ઋષિતા દીયોરા અને જુનિયર અંડર ઓફિસર દિયા પટેલનું દિલ્હી ખાતે યોજાનાર ગણતંત્ર દિવસ પરેડમાં પસંદગી થયેલ છે. આ કેમ્પ તારીખ 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી DG NCC કેન્ટોમેન્ટમાં યોજાઈ રહ્યો છે. તેઓ 26મી જાન્યુઆરીની રાજપથ પરેડ તથા 15 જાન્યુઆરીએ થલ સેના દિવસ પરેડમાં ભાગ લેશે. તેમજ 28મી જાન્યુઆરીએ પ્રાઇમ મિનિસ્ટર રેલીમાં પોતાના રાજ્યની ટુકડીમાં પરેડ કરશે.

અન્ય સમાચારો પણ છે...