તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન ચીટિંગ કેસમાં રીઢા ઉમેશ મહેતાની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમીનના ચીટિંગના ગુનામાં વોન્ટેડ એવા સિટીલાઇટના રીઢા ગુનેગાર ઉમેશ મહેતાને ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે સિટીલાઇટ રોડ પરથી શનિવારે બપોરે દબોચી લીધો હતો. ઉમેશ જશવંતલાલ મહેતા(59)(રહે,સુર્યદર્શન એપાર્ટ, આશીર્વાદ એપાર્ટમેન્ટની બાજુમાં, સિટીલાઇટ) સામે અડાજણ પોલીસમાં વર્ષ 2015માં ચીટિંગનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તે નાસતો ફરતો હતો. વધુમાં પરવટ પાટીયા ખાતે વાટિકા ટાઉનશીપમાં રહેતા જનાર્દન રાધેશ્યામ શર્માને ઉમેશ મહેતાએ અડાજણમાં 35 લાખમાં જમીન આપવાનો સોદો નક્કી કરી 20 લાખની રકમ લીધી હતી. બાદમાં જમીનનો કબજો નહીં આપી ઉપરથી રૂપિયા 20 લાખની રકમ પણ ઓહયા કરી હતી. ઉમેશ મહેતા સામે અગાઉ ખટોદરા-2, અડાજણ-2, ઉમરા-2 અને વરાછામાં ચીટિંગ અને ધમકીનો ગુનો મળીને સાત ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી 6 ગુનાઓમાં તે જેલમાં પણ જઈ આવ્યો હતો.

ચેક બાઉન્સમાં પણ 1.25 કરોડનો દંડ અને સજા થઈ હતી

આ મહાઠગની સામે ચેક રીટર્નના કેસ પણ કોર્ટમાં ચાલતા હતા. જેમાં ચીટર ઉમેશ મહેતાને વર્ષ 2014માં કોર્ટએ 1.25 કરોડનો દંડ અને છ મહિનાની સજા ફટકારી હતી. ત્યાર પછી અન્ય એક ગુનામાં વર્ષ 2018માં કોર્ટએ 12 લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારી હતી. ચીટર ઉમેશ મહેતાએ સુરતના જાણીતા બિલ્ડરોની સાથે પણ જમીનોમાં સોદા કરી લાખો-કરોડોની રકમ ભૂતકાળમાં પડાવી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો